Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ૬૫ જળાશય તળિયાઝાટક, ૩૨% પાણી બચ્યું

રાજ્યમાં હજુ ઉનાળો શરૂ જ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. નર્મદા નિગમ અને ક્લપસર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં આ આંકડાઓ બહાર આવ્યા છે. જેમાં ૬૫ જળાશયો તળિયાઝાટક અને ૨૦૩ જળાશયોમાં અંદાજે ૩૨ ટકા જેટલું પાણી રહ્યું છે.રાજ્યની પાણી સંગ્રહ ક્ષમતામાંથી ઉપયોગ કરી શકાય તેવું માત્ર ૨૬.૮૨ ટકા પાણી બચ્યું.
હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ જળાશયોની કુલ પાણી સંગ્રહની ક્ષમતા કરતાં તેમાં માત્ર ૩૧.૯૨ ટકા પાણી છે જે ૫૦૩૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે. અને એમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવો માત્ર ૨૬.૮૨ ટકા પાણીનો જથ્થો છે જે ૩૯૦૧ મિલિયન ક્યુબિક મીટર છે.
ગુજરાતનાં ૧૭ મોટા જળાશયોમાં પૈકી ૪ જળાશયોમાં જ ૭૦ ટકા કરતાં વધુ પાણીનો જથ્થો છે અન્ય ૧૩માં ૧૦થી ૩૦ ટકા જેટલું જ પાણી બચ્યું છે.

Related posts

गुजरात अल्पसंख्यक वित्त और विकास निगम द्वारा जरूरतमंद लोगों को धंधा रोजगार के लिए चेक वितरण

aapnugujarat

આસામમાં પુરની સ્થિતિમાં આંશિક સુધાર : મૃતાંક ૬૧

aapnugujarat

તિરસ્કારના કેસમાં તેજસ્વી, અન્ય આરજેડી નેતા ફસાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1