Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિકાનેર : મિગ-૨૧ બાયસન ક્રેશ થયું, પાયલોટનો બચાવ

રાજસ્થાનનાં બિકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ ૨૧ બાયસન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું હતું. મિગના પાયલોટ સમય રહેતા નિકળી ગયા હતા અને આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. મિગ-૨૧ બાયસન પોતાના રુટિન પેટ્રોલિંગ પર હતું. મિગ-૨૧ દુર્ઘટનાગ્રસ્ત થતાં બાદ હવાઈ દળે તપાસના આદેશ આપી દીધા હતા. આ વિમાને નલ એરબેઝથી પોતાની ઉંડાણ ભરી હતી. હાલમાં જ મિગ તુટી પડવાની આ બીજી ઘટના બની છે. ફ્લાઇંગ કોફિન અંતર્ગત બદનામ આ વિમાનોનું એચએએલ દ્વારા નિર્માણ કરવામાં આવેલા દેશી ફાઇટર વિમાન (એલસીએ)ને તેજસથી બદલી દેવાની માંગ ઉઠી રહી છે. લગભગ પાંચ દશક જૂના આ વિમાનોને લાંબા સમયથી માંગ થઇ રહી છે. મળતી માહિતી અનુસાર ફાઇટર વિમાન મિગ-૨૧ તુટી પડ્‌યું તે પહેલા તેને ઉડાવી રહેલ પાયલોટ પેરાશુટ લઇને કુદી ગયા હતા. હાલ પાયલોટ સુરક્ષીત હોવાનું જણાવાઇ રહ્યું છે. આ ફાઇટર જેટ વિમાન બીકાનેર નજીક તુટી પડ્‌યું અને તેમાં આગ લાગી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાંજ જ્યારે પાકિસ્તાને ભારતીય સૈન્ય સ્થળો પર હવાઇ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ભારતીય વાયુસેનાનાં ફાઇટર જેટ વિમાન મિગ-૨૧એ મુંહતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વાયુસેના મિગ-૨૧ ફાઇટર વિમાનનાં પાકિસ્તાનનાં અત્યાધુનિક હ્લ-૧૬ ફાઇટર જેટને તોડી પાડ્‌યું હતું. ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ પોતાનાં મિગ-૨૧ ફાઇટર જેટ અને તેનાં પાયલોટનાં વખાણ કર્યા હતા. મળતી માહિતી અનુસાર રાજસ્થાનનાં બિકાનેરનાં નાલ એર બેઝથી ઉડ્‌યન ભર્યા બાદ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. હાલ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. તપાસ બાદ જ કારણ અંગે માહિતી મળી શકશે.
આ પહેલીવાર નથી જ્યારે મિગ-૨૧ ક્રેશ થઇ ગયું હોય. આ દુર્ઘટનામાં મિગ-૨૧ને ઉડાવી રહેલ પાકિસ્તાની પાયલોટ મીત કુમારે પણ જીવ ગુમાવ્યો હતો.

Related posts

ભાજપ ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી ન હોઈ શકે : નીતિન ગડકરી

aapnugujarat

દેશમાં કોરોનાના વળતા પાણી : 3 મહિના બાદ ૫૦ હજારથી ઓછા કેસ

editor

મમતા-સીબીઆઇ વિવાદ : આજે સુપ્રીમમાં સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1