Aapnu Gujarat
રાષ્ટ્રીય

પબજી રમવામાં મશગૂલ યુવક પાણીની જગ્યાએ એસિડ પી ગયો

યુવાઓમાં લોકપ્રિય પબજી ગેમના કારણે દુર્ઘટનાઓ પણ બની રહી છે. હજારો યુવાઓને આ ગેમની લાગેલી લતના કારણે તેમના માનસ પર અસર પડી રહી છે. ભોપાલમાં બનેલા એક કિસ્સામાં પબજી ગેમ રમવામાં યુવક એટલો મશગૂલ થઈ ગયો હતો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધુ હતુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેના આંતરડા બળી ગયા છે અને તેની સરાવર ચાલી રહી છે.પેટમાં અલ્સર પણ થયુ છે.તેને વધુ સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે.
ડોક્ટર કહે છે કે, વધારે હેરાન કરનારી વાત એ છે કે આ દુર્ઘટના થયા બાદ પણ આ યુવક સારવાર દરમિયાન પબજી રમી રહ્યો હતો.આ ગેમની તેને લત લાગી ગઈ છે. તામિલનાડુની સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ આ ગેમને બેન કરવાની માંગ ઉઠી રહી છે.તાજેતરમાં મધ્યપ્રદેશના ભાજપના એક ધારાસભ્યે પબજી ગેમને બેન કરવાની માંગ કરી હતી.ધારાસભ્ય યશપાલ સિસોદિયાએ કહ્યુ હતુ કે પબજી ગેમથી બાળકો હિંસક થઈ રહ્યા છે.

Related posts

ઇવીએમ વિવાદ : FIR દાખલ કરવા પોલીસને સૂચન

aapnugujarat

चीन सीमा पर सैन्याभ्यास की रिपोर्ट को भारतीय सेना ने किया खारिज

aapnugujarat

વૈષ્ણોદેવી આવતા ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો લઈ શકે છે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1