Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના અલબામામાં વાવાઝોડું, ૨૨ના મોત

અમેરિકાના ઇસ્ટર્ન સ્ટેટ અલબામા અને જ્યોર્જિયામાં રવિવારે બપોરે ત્રાટકેલા વાવાઝોડામાં ૨૨ લોકોના મોત થયા છે. આ બાબતની પુષ્ટી કાઉંટીના શેરીફ જે જોંસ દ્વારા કરવામાં આવી છે. આ સીવાય વાવાઝોડામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે. આ વાવાઝોડાને કારણે લગભગ ૫ હજાર લોકોને વીજળી વગર રહેવું પડ્યું હતું.હાલ પ્રદેશમાં બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રાહત એજન્સી દ્વારા લોકોના ઘરોમાં જઇને તપાસ કરવામાં આવી રહી છે. શેરિફ જે જોન્સના જણાવ્યા પ્રમાણે અલબામામાં ૨૨ લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને કેટલાક લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાને ધ્યાનમાં રાખીને અલબામાના ગવર્નર દ્વારા લગાવવામાં આવેલી ઇમરજન્સીની અવધીને વધારી દેવામાં આવી છે. જણાવી દઇએ કે ૨૩ ફેબ્રુઆરીના દિવસે રાજ્યામાં આવેલા વાવાઝોડાના કારણે અલબામા સરકાર દ્વારા ઇમરજેન્સી લગાવી દેવામાં આવી હતી. તેમણે પોતાવા સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર ટ્‌વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.વાવાઝોડામાં અનેક મકાનો લગભગ ડૂબી ગયા છે, હાલમાં એજન્સીએ તૂટેલા અને ડૂબી ગયેલા મકાનોમાં ફસાયેલા લોકોને બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યોર્જિયામાં રવિવારે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ સહિત અનેક મકાનો પડી ગયા હતા. મકાનોમાં જ ફસાઇ ગયેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે.

Related posts

મુંબઈ અટેકમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓનો હાથ : શરીફ

aapnugujarat

मकसद पूरा करने चीन कर रहा जोर-जबर्दस्ती : सीआईए

aapnugujarat

WHO ने कोरोना वायरस का रखा नया नाम ‘कोविड-19’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1