Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં પિસ્તોલ અને કારતૂસ સાથે યુવક ઝડપાયો

રાજકોટના કુવાડવા હાઇવે પરથી સ્થાનિક પોલીસે શંકાના આધારે એક યુવકને આંતરી તેની જડતી લેતાં તેની પાસેથી દસ પિસ્તોલ, એક દેશી કટ્ટો અને ૩૦ જીવતા કારતૂસ પકડાતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપી યુવક પાસેથી આટલી મોટી સંખ્યામાં હથિયાર મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપી યુવક શીવન ઉર્ફે શીવો ઇન્દરસીંગ ડામોરની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક મધ્યપ્રદેશનો વતની હોવાનું અને તેનું નામ શીવન ઉર્ફ શીવો ઈન્દરસિંગ અનસીંગ ડામોર હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ કબૂલાત કરી હતી કે, તે ગેરકાયદે રીતે હથિયારોની હેરાફેરી અને સપ્લાયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે.
રાજકોટમાં પણ તે આ દેશી બનાવટની દસ પિસ્તોલ અને એક દેશી બનાવટનો કટ્ટો તેમ જ ૩૦થી વધુ જીવતા કારતૂસ સપ્લાય કરવાના પ્લાનીંગમાં હતો. પોલીસે આરોપી પાસેથી દસ પિસ્તોલ, દેશી કટ્ટો અને ૩૦થી વધુ જીવતા કારતૂસ જપ્ત કરી તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા આ હથિયારોની કિંમત રૂ.૩૦ લાખથી વધુ હોઇ પોલીસે હવે આરોપી આ હથિયારો કોને પહોંચાડવાનો હતો અને તે કયાંથી લાવ્યો હતો તે સહિતના સવાલોના જવાબો શોધવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

U.K. to re-introduce 2-year post-study work visa for international students

aapnugujarat

ફેશન કા હે યે જલવાઃ હોઠ પર લિપસ્ટીક નહીં હીરા લગાવ્યા, તમે આવી લીપ આર્ટ તો ક્યારેય જોઇ નહી હોય

aapnugujarat

જસદણમાં કુંવરજી હારે છે તેવા લખાણને લઇ હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1