Aapnu Gujarat
બિઝનેસ

૨૦૧૫ની સરખામણીએ હવે ૧૨ ગણો વધારે ડેટા યૂઝ કરી રહ્યાં છે ભારતીય યૂઝર્સ

ભારતમાં ૪જી આવ્યા બાદ અને ટેલીકૉમ ઓપરેટર્સના પ્લાન સસ્તા થવાથી મોબાઈલ ડેટાનો ઉપયોગ વધ્યો છે. વર્ષ ૨૦૧૫ની સરખામણીએ યૂઝર્સ હવે ૧૨ ગણો વધારે મોબાઈલ ડેટા યૂઝ કરી રહ્યાં છે. ૨૦૧૭ બાદ ૨૦૧૮માં ટ્રાફિક લગભગ બેગણો વધ્યો છે.
ગત બે વર્ષમાં વધુમાં વધુ યૂઝર્સ ૨જી અને ૩જી નેટવર્કથી ૪જી નેટવર્કમાં શિફ્ટ થયા છે અને આ સાથે જ ૪જી સ્માર્ટ ડિવાઈસ પણ પહેલા કરતા વધારે સસ્તી થઇ ગઇ છે.ભારતમાં બ્રોડબેન્ડ ક્નેક્શન યૂઝ કરવાની સંખ્યા મોબાઈલ કન્ઝપ્શન કરનારાથી ઓછી છે અને મોટાભાગના લોકો મોબાઈલ ડેટા કનેક્શન યૂઝ કરી રહ્યાં છે.
આ જ કારણ છે કે ભારત ટેલીકૉમ ઑપરેટર્સ અને ૪જી સ્માર્ટફોન મેકર્સ માટે મોટું માર્કેટ બનીને ઉભર્યુ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ૪૩.૨ કરોડ ૪જી યૂઝર્સ દરેક મહિને સરેરાશ ૧૦ જીબી ડેટા ડાઉનલોડ કર્યો છે.
ભારતમાં ૩૩.૫ કરોડ ૪જી કેપેબલ ડિવાઈસ છે.૨૦૧૮માં ઓવરઑલ ડેટા ટ્રાફિક લગભગ ૧૦૯ ટકા વધ્યો છે.
ચાલુ વર્ષે લગભગ ૯૨ ટકા ડેટા ટ્રાફિક ફક્ત ૪જી યૂઝર્સથી આવ્યો છે. ૪જી ટ્રાફિકે જ્યાં ૧૩૨ ટકા ગ્રોથ જોયો છે, તો ૩જી ટ્રાફિકમાં ૧ ટકા ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભારતમાં અંદાજે ૫૦ કરોડ મોબાઈલ બ્રોડબેન્ડ યૂઝર્સ છે અને આ આંકડો સાઉથ અમેરીકાની કુલ વસ્તીથી વધારે છે. ડિસેમ્બર, ૨૦૧૮ સુધી ભારતમાં ૪૩.૨ કરોડ ૪જી યૂઝર્સ થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

Related posts

કુલ ૫ કંપનીઓની મૂડીમાં ૩૭,૨૧૪ કરોડનો વધારો

aapnugujarat

Google Pay અને PhonePeના માધ્યમથી મિનિટોમાં જ મેળવો લોન,

aapnugujarat

ફ્યુઅલ રિટેલિંગમાં રોકાણ કરવા રિલાયન્સને નિમંત્રણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1