શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૩૭૨૧૪ કરોડ રૂપિયા વધી ગઈ છે. આઈટીસી અને એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહ દરમિયાન વધારો થયો છે તેમાં એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, એચયુએલ અને મારુતિ સુઝુકી ઇન્ડિયાનો સમાવેશ થાય છે જ્યારે શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેમાં ટીસીએસ, આરઆઈએલ, એસબીઆઈ, ઓએનજીસી અને ઇન્ફોસીસનો સમાવેશ થાય છે. આઈટીસીની માર્કેટ મૂડી ૧૨૭૫૪.૭૫ કરોડ વધીને ૩૮૭૬૮૩.૭૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાતકરવામાં આવે તો તેની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયોછે. એચયુએલની મૂડીમાં ૧૦૦૨૨.૩૩ કરોડનો વધારો થયો છે જેથી તેની મૂડી વધીને ૨૩૫૨૬૬.૨૦ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મૂડી ૯૯૭૧.૩૯ કરોડ વધીને ૨૫૫૯૦૪.૮૧ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંક અને મારુતિની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૩૨૩૦.૦૨ અને ૧૨૩૫.૫૧ કરોડનો વધારો થઇ ગયો છે જેથી બંનેની માર્કેટ મૂડી વધીને ક્રમશઃ ૪૨૦૨૦૭.૩૦ અને ૨૧૪૯૦૭.૩૧ કરોડ થઇ છે. બીજી બાજુ ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડીમાં ૬૧૪૪.૩૩ કરોડનો ઘટાડો થતાં મૂડી ઘટીને ૨૨૨૬૭૭.૩૦ કરોડ થઇ ગઇ છે. જ્યારે આરઆઈએલની માર્કેટ મૂડી ૩૫૯૨.૮૪ કરોડ ઘટીને ૪૩૦૭૩૩.૮૯ કરોડ સુધી પહોંચી ગઈ છે. ટીસીએસની માર્કેટ મૂડી ૩૪૩૮.૪૦ કરોડ સુધી ઘટી હોવા છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે પ્રથમ ક્રમાંક ઉપર છે. તેની માર્કેટ મૂડી હવે ઘટીને ૫૦૪૭૯૪.૦૮ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૪૩૮.૩૧ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ચાર્ટની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર છે. ત્યારબાદ આરઆઇએલ અને એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન બેંચમાર્ક સેંસેક્સમાં ૨૪૫ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૩૧૨૭૩ નોંધાઈ હતી.
આગળની પોસ્ટ