પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ફ્યુઅલ રિટેલિંગમાં મૂડીરોકાણ કરવા યુરોપની સૌથી મોટી ઓઇલ કંપની બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને અપીલ કરી હતી. રિલાયન્સ પહેલાથી જ ફ્યુઅલ રિટેલિંગ લાયસન્સ ધરાવે છે. ૧૪૦૦ પેટ્રોલ પંપ પણ છે. ગયા વર્ષે બીપીને ભારતમાં પેટ્રોલ પંપ સ્થાપિત કરવાની મંજુરી મળી હતી. બીપીના સીઇઓ બોબ ડુડલે અને આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે તેમની સાથે બેઠક યોજવામાં આવી હતી. પાટનર્સ સાથે ૮૦ મિનિટની બેઠક બાદ પ્રધાને ટિ્વટર પર કહ્યું હતું કે, તેમને રિટેલમાં રોકાણ કરવા કહેવામાં આવ્યું છે. આરઆઈએલ અને બીપી તેલ અને ગેસ સંશોધનમાં પાર્ટનર તરીકે છે. પરંતુ ડાઉનસ્ટ્રીમ ફ્યુઅલ રિટેલિંગ બિઝનેસમાં આવા સંકલન ધરાવતા નથી. ફ્યુઅલ રિટેલિંગ બિઝનેસમાં એન્ટ્રી કરનાર બીપી ૧૦મી કંપની છે તેમાં બિઝનેસનો આંકડો બે આંકડામાં પહોંચ્યો છે.