Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૬૮ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૬૮ પોઇન્ટ ઘટીને ૩૫૯૦૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૭ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ એક વખતે ૩૬૩૭૧ સુધી પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી ૧૦૯૩૯ સુધી પહોંચી ગયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. વિપ્રોમાં ઘટાડો થયો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૨૪૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૭૩ રહી હતી. કોમોડિટી માર્કેટમાં તેલ કિંમતો આજે વધી હતી. ગુરુવારના દિવસે ભારતના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. ભારતમાં આ નાણાંકીય વર્ષમાં જીડીપી દર ૭.૨ ટકા દર્શાવવામાં આવ્યો છે. અગાઉના ત્રણ વર્ષોમાં જીડીપીનો આંકડો ૮.૨ ટકા અને ૭.૨ ટકા રહ્યો છે. નીતિ આયોગના કહેવા મુજબ વિશ્વમાં જીડીપી ગ્રોથનો આંકડો ૨૦૧૮-૧૯માં ૩.૭ ટકા રહેશે જ્યારે ભારત ૭.૨ ગ્રોથરેટ હાંસલ કરી શકે છે. બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીના બનેલા સાત ઉભરતા માર્કેટના અર્થતંત્રમાં વિકાસદર ૩.૫ ટકા છે જ્યારે ભારતનો વિકાસ દર ૭.૨ ટકા છે જે દર્શાવે છે કે, ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકી છે. ચીન અને અમેરિકા વચ્ચેની મંત્રણા રાહત આપે તેવી દેખાઈ રહી છે. કેટલાક હકારાત્મક સંકેતો મળવા લાગી ગયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આશાવાદી વાત કરી છે. સાનુકુળ વેપાર સમજૂતિ ઉપર પહોંચવા આગામી મહિનામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ બેઠક યોજનાર છે. બીજી બાજુ એફ એન્ડ ઓ એક્સપાયરીને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. આનાથી સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ થશે. ગુરુવારના દિવસે આ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ થશે. રોકાણકારો માર્ચની સિરિઝમાં મોરચા સંભાળવા જઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીની શરૂઆત થઇ ચુકી છે. સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.

Related posts

પ્રતિબંધ પૂર્ણ થયા બાદ યોગી પ્રચારમાં સક્રિય

aapnugujarat

જીએસટીમાં ઈ-વે બિલ પહેલી એપ્રિલથી અમલી બનાવવા ભલામણ

aapnugujarat

केवल पुलवामा जैसी घटना महाराष्ट्र में बदल सकती है लोगों का मूड : शरद पवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1