Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એર સ્ટ્રાઇક : ત્રાસવાદી અડ્ડા નષ્ટ કરવાનો પાકને અમેરિકાનો હુકમ

જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે વિશ્વના દેશો ભારતની સાથે દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને અમેરિકાએ ભારતને ત્રાસવાદી કેમ્પો પર ભારતીય સેના દ્વારા ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે સાથ આપીને તેની સાથે ઉભા હોવાની સાફ વાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ બાદ હવે અમેરિકાએ પણ ભારતની સાથે મજબુતી સાથે ઉભા રહીને કહ્યુ છે કે પાકિસ્તાનને હજુ ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવો પડશે. સાથે સાથે અમેરિકાએ ભારતના હવાઇ હુમલા બાદ કોઇ જવાબી કાર્યવાહીથી દુર રહેવા પાકિસ્તાનને સ્પષ્ટ સલાહ પણ આપી છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ પાકિસ્તાનને તેની જમીન પર સક્રિય રહેલા ત્રાસવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે સાફ ચેતવણી આપી છે. પોમ્પિયોએ એમ પણ કહ્યુ છે કે જો પાકિસ્તાન દ્વારા ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવશે તો જ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત થઇ શકે છે. અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યુ હતુ કે તેઓએ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશી સાથે વાત કરી છે. તેમને કોઇ સૈન્ય કાર્યવાહીથી દુર રહીને વર્તમાન ટેન્શન દુર કરવાની દિશામાં કામ કરવા માટે સુચના આપવામાં આવી છે. વર્તમાન ટેન્શનને દુર કરવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે પાકિસ્તાનને અમેરિકાએ સલાહ આપી છે. પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. અમેરિકાના વિદેશ પ્રધાને નિવેદન જારી કરીને કહ્યુ છે કે ભારત તરફથી ૨૬મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલી ત્રાસવાદ વિરોધી કાર્યવાહી યોગ્ય છે. ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે તેઓએ વાતચીત કરી છે. તેમને સુરક્ષા સહકાર અને ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીથી દુર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. પોમ્પિયોએ કહ્યુ છે કે બંને દેશોના વિદેશ પ્રધાનોને શાંતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. સંઘર્ષને કોઇ પણ સ્થિતીમાં ટાળવા માટે કહેવામાં આવ્યુ છે. તે પહેલા ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પાકિસ્તાનને ફટકાર લગાવી છે. બંને દેશો કહી ચુક્યા છે કે પાકિસ્તાનને ત્રાસવાદી ગતિવિધીનો અંત લાવવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. આને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે.
ફ્રાન્સે સાફ શબ્દોમાં હ્યુ છે કે ત્રાસવાદ સામેની લડાઇમાં તે મજબુતી સાથે ભારતની સાથે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને ત્રાસવાદની સામે એકમત કરવા માટે ફ્રાન્સ હાલમાં મદદ પણ કરી રહ્યુ છે. હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ ભારતે તમામ દેશોના લીડરો અને રાજદ્ધારીઓને વિશ્વાસમાં લીધા હતા. સાથે સાથે તેમને કહ્યહતુ કે ભારતની લડાઇ ત્રાસવાદ સામે છે. પાકિસ્તાન સામે ભારતની કોઇ લડાઇ નથી.

Related posts

કોરોનાથી વન્યજીવોને ખતરો

editor

अब आधार कार्ड के लिए ऑफलाइन वेरिफिकेशन

aapnugujarat

બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી પુત્રી, ક્રોધિત પિતાએ જીવતી સળગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1