Aapnu Gujarat
મનોરંજન

સલમાનની સાથે ફિલ્મને લઇ સોનાક્ષી ખુશ

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા હવે સલમાન ખાન સાથેની ફિલ્મ દબંગ સિરિઝમાં કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. ફિલ્મના કારણે તેની કેરિયરમાં તેજી આવી શકે છે. સોનાક્ષી બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાની કોઇ યોજના નથી. તે અહીંની ફિલ્મોમાં વધારે સંતુષ્ટ દેખાઇ રહી છે.જો કે સોનાક્ષીએ કહ્યુ છે કે હોલિવુડમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડા અને દિપિકાની ભૂમિકાથી તે ખુશ છે. સાથે સાથે ગર્વ પણ અનુભવ કરે છે. બન્ને અભિનેત્રીના કારણે ભારતનુ નામ થઇ રહ્યુ છે. બન્ને અભિનેત્રીઓએ બોલિવુડની સાથે સાથે હવે હોલિવુડ ફિલ્મોમા લોકપ્રિયતા જગાવી છે. ૩૦ વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે તે અહીં ખુબ ખુશ અને સંતુષ્ટ છે. જેથી બહારની ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી. આવનાર સમય અંગે કોઇ વાત કરવાનો સોનાક્ષીએ ઇન્કાર કર્યો છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રી વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને સોનાક્ષી ચિંતિત નથી. જો કે તેની પાસે પણ હાલમાં ઓછી ફિલ્મો હાથમાં આવી રહી છે. બોલિવુડના નિર્માતા નિર્દેશકો મોટા ભાગે નવા કલાકારોને લઇને ફિલ્મો બનાવી રહ્યા છે. નવી નવી અભિનેત્રી બોલિવુડમાં દરરોજ પ્રવેશી રહી છે. સોનાક્ષીએ પોતાની કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતા સતત વધી હતી.

Related posts

खुद को कास्ट करने के लिए फिल्में नहीं बना रही हूं : अनुष्का

editor

मीटू से लोगों की मानसिकता बदली : सनी

aapnugujarat

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ વર્ષનાં અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1