Aapnu Gujarat
ગુજરાત

હવે રેશનિંગ દુકાનવાળા લડાયક : સરકાર માંગણી ન સ્વીકારે તો પહેલીથી હડતાળ માટે ધમકી

ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલાં જાણે આંદોલનની મૌસમ ખીલી ઉઠી છે. જેમાં સસ્તા અનાજની દુકાનો ધરાવતા રેશનીંગ વિતરકો તેમની દુકાનોમાંથી અપાતી ચીજવસ્તુઓના કમિશનમાં વધારા સહિતની પડતર માંગણી માટે રાજ્યભરમાં બે દિવસની હડતાળ પાડી ગાંધીનગરમાં ધરણાં પર બેઠા છે. આ ધરણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પણ રાજ્યભરના રેશનિંગ દુકાનધારકો સાથે ધરણા કર્યા હતા. એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સસ્તા અનાજની દુકાનદારોની સમસ્યાનું સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહી આવે તો, તા.૧ લી માર્ચથી રાજયભરની રેશનીંગ દુકાનો બંધ કરી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરતાં સસ્તા અનાજની દુકાનો ધરાવતાં વેપારીઓ દ્વારા સરકાર સામે ભારે રોષ વ્યકત કરી સુત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલાં લેખાનુદાનમાં રેશનિંગ વિતરકોના કમિશનમાં વધારાની જાહેરાતને પ્રહલાદ મોદીએ ગેરમાર્ગે દોરનારી જાહેરાત ગણાવતાં જણાવ્યું હતું કે, નાણાં મંત્રી નીતિન પટેલ ગણિતમાં કાચા અને બોલવામાં પાકા હશે. પરંતુ હું માઁ ઉમિયાને પ્રાર્થના કરીશ કે નીતિન પટેલને સમજણ આપીને ગણિત શીખવાડો. ગુજરાત રાજ્યમાં રેશનિંગની દુકાનો ચલાવતા વેપારીઓની પડતર માંગણીઓના સંદર્ભે બે દિવસના ધરણાં અને પ્રદર્શન ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યોજાવમાં આવ્યા છે. જેમાં કમિશન વધારવાની માગણી સાથે રાજ્યભરમાંથી આવેલા રેશનિંગની દુકાનો ચલાવતા અનેક વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, નીતિન પટેલે બજેટમાં રૂપિયા ૧૨૫ કમિશન પેટે ગુજરાતના રેશનિંગ વિતરકોને આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત જનતાને ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાવતાં તેમણે ક્હ્યું કે, હકીકતમાં ૨૦૧૪નાં વર્ષમાં કેન્દ્ર સરકારે પ્રતિ કિલોએ ૭૦ પૈસા અને ગુજરાત સરકારે પૈસા વધાર્યા હતા. તેમાં હવે ૨૩ પૈસાની જાહેરાત થતા પ્રતિ કિલોએ ૧.૮ પૈસા જ કમિશન થાય. આથી નીતિન પટેલ દ્વારા ૧૨૫ રૂપિયા ક્વિન્ટલ એટલે કે ૧.૨૫ પૈસા કમિશન એક કિલોએ થાય. જો એવું લેખિતમાં કમિશન શબ્દ નીતિન પટેલ આપે તો હું સ્વીકારીશ. કારણ કે ૧૭ રૂપિયા કમિશન અમને મળે.. એટલો તો મેન્ટેનન્સ ખર્ચ છે. જો સરકાર દ્વારા રેશનીંગની દુકાનદારોની માંગણીઓ સત્વરે નહી સ્વીકારાય તો, તા.૧લી માર્ચથી રાજયવ્યાપી આંદોલન શરૂ કરવાની અને રાજયની તમામ રેશનીંગ દુકાનો બંધ કરી હડતાળ પાડવાની ગંભીર ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

Related posts

આજથી વાહનો પર ફાસ્ટેગ ફરજીયાત..

editor

ગુજરાતમાં વૅક્સિન લેનારાઓનો આંકડો ૭૫ લાખને પાર

editor

કટાવધામે વૃક્ષોનું વાવેતર કરાયું

editor

Leave a Comment

UA-96247877-1