Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા માટે કરાયેલ નિર્ણય

દુનિયાભરમાં આતંકવાદી ફાઈનાન્સને રોકવા માટે કામ કરનાર સંસ્થા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આ વર્ષે ઓક્ટોબર સુધી જારી રહેશે. જો આ ગાળા દરમિયાન પાકિસ્તાનના વર્તનમાં કોઇ ફેરફાર થશે તો તેને દૂર કરવાના પાસા ઉપર વિચારણા થશે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની વાર્ષિક બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે હાફીઝ સઇદના ત્રાસવાદી સંગઠન જમાત ઉદ દાવા અને ફલાએ ઇન્સાનિયતને પ્રતિબંધિત યાદીમાં મુકીને ત્રાસવાદ સો કાર્યવાહીનો સંકેત આપ્યો હતો પરંતુ પાકિસ્તાનનો આ દાવો કામ લાગ્યો ન હતો. પુલવામા સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે પણ કહ્યું હતું કે, પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. ભારતે પાકિસ્તાને બ્લેક લિસ્ટમાં મુકવાની માંગ કરી હતી પરંતુ આ સંદર્ભમાં પાકિસ્તાનને રાહત આપવામાં આવી છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે કહ્યું છે કે, ઓક્ટોબર ૨૦૧૯ સુધી જો પાકિસ્તાન તેની ૨૭ માંગો ઉપર કામ નહીં કરે તો બ્લેકલિસ્ટમાં મુકવામાં આવશે. બીજી બાજુ ભારતે ભારપૂર્વક કહ્યું છે ે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને ફાઈનાન્સના સંદર્ભમાં માહિતી આપે તે જરૂરી છે. પાકિસ્તાની અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું છે કે, તેમના દેશને ગ્રેલિસ્ટની બહાર રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે, ત્રાસવાદ સામે પગલા લેવાઈ રહ્યા છે. બીજી બાજુ ફ્રાંસે પણ કહ્યું છે કે, પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવે તે જરૂરી છે. તમામ લોકો જાણે છે કે, ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ પેરિસ સ્થિત એક સંસ્થા છે તેનું કામ ગેરકાયદે આર્થિક મદદ રોકવા માટે નિયમી બનાવવાનું છે. તેની રચના ૧૯૮૯માં કરવામાં આવી હતી.

Related posts

જસ્ટિન ટ્રૂડોએ હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું

aapnugujarat

Bomb blast in Jalalabad on Afghanistan’s 100th Independence Day, 66 injured

aapnugujarat

ચીનનું વલણ નરમ પડ્યું, ભારતને આપ્યો સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રસ્તાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1