Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે વલણ બદલ્યું એટલે ગઠબંધન કર્યું, સીએમ શિવસેનાનો જ બનશે : ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં તેમની જ પાર્ટીના મુખ્યમંત્રીને જોવા માંગે છે. તેમણે તેમના ઘરે કાર્યકર્તાઓ સાથે ચર્ચા દરમિયાન આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મેં અનુભવ કર્યો કે ભાજપના વ્યવહારમાં પરિવર્તન આવ્યું છે તેથી જ મેં ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે.
બંને પાર્ટીઓમાં છેલ્લાં થોડા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી અને હવે તાજેતરમાં જ તેમની વચ્ચે સીટોની વહેંચણી વચ્ચે સહમતી બની છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૫ અને શિવસેના ૨૩ સીટો પર ચૂંટણી લડશે.
ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી વિશે તેમને ભાજપનો પ્રસ્તાવ મંજૂર નથી. ગઠબંધન સમયે નક્કી થયું હતું કે, જે પાર્ટીના વધારે ધારાસભ્ય હશે મુખ્યમંત્રી તેમના જ બનશે. તેમણે કહ્યું કે, હું શિવસેનાનો જ મુખ્યમંત્રી જોવા માંગુ છું અને તે માટે હું શક્ય હશે તેટલી મહેનત કરીશ. તેમણે કહ્યું કે, સમજૂતીમાં તો હું જીતી ગયો છું હવે ચૂંટણી જીતીને અસલ લડાઈ જીતવાની છે.

Related posts

पीएम मोदी ने आगरा में मेट्रो सेवाओं के निर्माण कार्य का किया शुभारंभ

editor

ભારત – બાંગ્લાદેશ વચ્ચે આજે ફાઈનલ

aapnugujarat

એરસેલ મામલે ચિદમ્બરમની ૨૬મી સુધી ધરપકડ નહીં થાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1