Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુલવામાં હુમલાની તપાસમાં મારુતિ સુઝુકીના એન્જિનિયરોની મદદ લેવાઈ

(યપુલવામામાં સીઆરપીએફ પર થયેલા બર્બર હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શરૂ કરી દીધી છે. એનઆઈએની તપાસમાં ઓટો કંપી મારુતિ સુઝુકીના ઈજનેરોને પણ સામેલ કરાયા છે. સોમવારે મારુતિ સુઝુકીના એન્જિનિયરો ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. એનઆઈએના અધિકારીઓને ઘટનાસ્થળેથી એક મેટલ પ્લેટ મળી છે, જેમાં કેટલાક નંબર લખેલા છે.
આ પ્લેટની તપાસ માટે ઈજનેરોની મદદ લેવાઈ છે.આ નંબરના આધારે આત્મઘાતી હુમલા માટે ઉપયોગમાં લેવાયેલી ઈકો કારના માલિકની જાણ થઈ શકે છે.
એન્જિનિયર આ નંબર પ્લેટ દ્વારા કારનું મેન્યુફેક્ચરિંગ વર્ષ, વેચાણ કરનાર શોરૂમ અને ગ્રાહકની શોધખોળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કાર માલિકની જાણ થાય છે તે એનઆઈએને આશા છે કે પુલવામાં હુમલાની તાપસમાં મહત્વની કડી મળી શકે છે.એનઆઈએ જૈશ-એ-મોહમ્હના સ્થાનિક આતંકી મુદસ્સિર અહેમદ ખાનની તપાસ કરી રહ્યું છે, જેની આ હુમલામાં સંદિગ્ધ ભૂમિકા હોવાનું જણાય છે. એનઆઈએનું માનવું છે કે છેલ્લા થોડા દિવસોમાં જમ્મુની આંતરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરી કરનાર આતંકીઓ સંભવતઃ આરડીએક્સ લાવ્યા હતા. જમ્મુ બોર્ડરથી ઘૂષણખોરીના તાજેતરના અહેવાલ મુજબ જૈશ અને લશ્કર-એ-તોઈબાના ૩૫ આતંકીઓએ ગત એક વર્ષમાં ભારતમાં ઘૂષણખોરી કરી છે.

Related posts

यशवंत सिन्हा के विचार भाजपा और राष्ट्र के हित में : शत्रुघ्न सिन्हा

aapnugujarat

बेहतर भारत के लिए कठोर कदम उठाए जा रहे है : मोदी

aapnugujarat

મણિપુરમાં રાહુલ ગાંધીએ મોદીની ફરીથી ડિગ્રી માંગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1