Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં પણ આત્મઘાતી હુમલાના ભય વચ્ચે એલર્ટ

પુલવામામાં ભીષણ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ સંભવિત આતંકવાદ હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટેલિજન્સ દ્વારા સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુજરાત પોલીસને ઈનપુટ આપવામાં આવ્યા બાદ હાઈ એલર્ટની જાહેરાત કરાઈ છે. રાજ્ય ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી ચુકી છે. મલ્ટીપ્લેક્સ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો પર આત્મઘાતી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટેલિજન્સ સંસ્થા દ્વારા આ પ્રકારની ચોક્કસ બાતમી મળ્યા બાદથી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહંમદના સક્રિય સભ્ય તરીકે રહેલા એક સભ્યની એન્ટ્રી થઈ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. તે પુલવામા હુમલામામાં પણ સક્રિય ભૂમિકા અદા કરી ચુક્યો છે અને હવે ગુજરાતમાં પણ હુમલાને અંજામ આપવામાં ભૂમિકા અદા કરી શકે છે. એવા અહેવાલ છે કે આ શખ્સ અન્ય એક વૃદ્ધ મહિલાની જોડી રેલવે સ્ટેશનને ટાર્ગેટ બનાવી શકે છે. ગુજરાત પોલીસના ટોપના સૂત્રોએ કહ્યું છે કે કેન્દ્રિય સંસ્થાઓ તરફથી હુમલા અંગેની બાતમી મળી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પુલવામા આત્મઘાતી બોમ્બર અદિલ અહેમદ દારે દિલ્હી અને ગુજરાતમાં તેના ઓપરેશનના સંદર્ભમાં ૧૦ મિનિટના વીડિયોમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયોમાં દિલ્હી અને ગુજરાતમાં ઓપરેશનના સંદર્ભમાં બાબતનો ઉલ્લેખ કરાયો છે. ઈનપુટ મળ્યા બાદ પોલીસ જવાનો, રાજ્યની સુરક્ષા સંસ્થાઓ હાઈ એલર્ટ છે અને ટીમો દરેક શકમંદ હિલચાલ ઉપર નજર રાખી રહી છે. ગુજરાત અને આસપાસના રાજ્યોમાં પણ નજર રાખવામાં આવી રહી છે. દક્ષિણ કાશ્મીરમાં પુલવામા આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. ગુજરાત પોલીસ સૂત્રોએ કહ્યું છે કે સાવચેતીના તમામ પગલાં લઈને પેટ્રોલીંગ અને કોમ્બીંગની પ્રક્રિયા વધારી દેવાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તકેદારી રખાઈ રહી છે. પાકિસ્તાનની સરહદ પર આવેલા વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેના, નૌકાસેના મરિન પોલીસ, મરિન ટાસ્ક ફોર્સને પણ હાઈ એલર્ટ પર મુકી દેવામાં આવી છે. માનવ ટેકનિકલ ઈન્ટેલિજન્સને પણ સાવચેત કરી દેવામાં આવી છે. ઈન્ટેલિજન્સ અહેવાલો મુજબ ગુજરાતમાં ભીષણ આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે.

Related posts

કટોસણ સ્ટેટના યુવરાજ ધર્મપાલસિંહજીનો રાજ્યાભિષેક યોજાયો

aapnugujarat

મોદી-શિન્જોને અમદાવાદના લોકોમાં જોવા મળતો ઉત્સાહ

aapnugujarat

ગુજરાત બજેટ : પોલીસ દળમાં નવી ૫૬૩૫ જગ્યાઓ ઉપર સીધી ભરતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1