Aapnu Gujarat
રાષ્ટ્રીય

શહીદ જવાનોનાં પરિવારને યોગી સરકાર ૨૫ લાખ આપશે

જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે સુરક્ષા દળો પર કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોમાં ઉત્તરપ્રદેશના ૧૨ જવાનો છે. જવાનોના શહીદ થયાના સમાચાર તેમના પરિવારના સભ્યોને મળતા કોહરામની સ્થિતી મચી ગઇ હતી. પરિવારની હાલત હાલમાં કફોડી છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે શહીદ થયેલા જવાનોના પરિવારને ૨૫-૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. યોગી સરકારે જવાનોના વતન ગામમાં રહેલા માર્ગોના નામ શહીદ જવાનો પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હુમલામાં શહીદ થયેલા જવાનોની ઓળખ કરવામાં આવી છે. શહીદ થયેલા જવાનોમાં ચંદૌલીના અવધેશ , અલ્હાબાદના મહેશ, શામલીના પ્રદીપ અને અમિત કુમાર, વારાણસીના રમેશ યાદવ, આગરાના કૌશવલ કુમાર યાદવ, ઉન્નાવના અજિત કુમાર, કાનપુર ગ્રામીણ વિસ્તારના શ્યામ બાબુ, કન્નોજના પ્રદીપ સિંહ અને દેવરિયાના વિજય મૌર્ય સામેલ છે. પુલવામા વિસ્તારમાં તૈનાત શામલીના પ્રદીપ બનત ગામના નિવાસી હતા. તેમના શહીદ થયા હોવાના સમાચાર ફેલાતાની સાથ આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. જમ્મુ કાશ્મીરના ત્રાસવાદી હુમલામાં ઉન્નાવના અજિત કુમાર શહીદ થયા હતા. મૈનપુરીના રામ વકીલ પણ આ હુમલામાં શહીદ થયા છે. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગઇકાલે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉરી-૨ તરીકે કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૪થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પરિવારોમાં આજે આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. તમામના પરિવારમાં ચારેબાજુથી લોકો સમાચાર સાંભળતા જ પહોંચવા લાગ્યા હતા. કોઇએ પિતાને ગુમાવી દીધા છે જ્યારે કોઇએ પતિને ગુમાવી દીધા છે. કોઇએ પુત્રને ગુમાવી દીધા છે. આ પ્રકારની સ્થિતિથી આજે દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. જવાનો પ્રત્યે દેશભાવના દર્શાવવા માટે દેશભરના લોકો આગળ આવી રહ્યા છે. શહીદ થવાના સમાચાર ઘરે પહોંચતાની સાથે જ પરિવારોમાં હાલત કફોડી બની ગઈ હતી.

Related posts

ગૃહિણીઓના રસોડામાંથી ટામેટા ગાયબ

editor

કેન્દ્રિય મંત્રી અનંત કુમારનું નિધન

aapnugujarat

Former CM Sheila Dikshit cremated at Delhi’s Nigambodh Ghat With State Honours

aapnugujarat

Leave a Comment

UA-96247877-1