Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમેઠીમાં એકે ૪૭ની ફેક્ટરી લગાવવા જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પછડાટ આપવા માટે એક મોટી ચાલ રમવા માટે તૈયાર છે. દશકો સુધી વિકાસની બાબતોથી દુર રહેલા રાહુલ ગાંધીના સંસદયી મતવિસ્તારમાં ટુંક સમયમાં જ કેટલીક ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવનાર છે. મોદી સરકાર અહીં એકે ૪૭ની નવી ફેક્ટરી સ્થાપિત કરવાની તૈયારી કરી ચુકી છે. અત્રે નોંધનીય છે કે ક્લાશિનકોવ રાઇફલ એકે -૪૭ની નવી આવૃતિ તરીકે છે. આ ફેક્ટરી રશિયાની એક કંપની અને ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની સાથે મળીને સ્થાપિત કરવામાં આવનાર છે. જેમાં ૭.૪૭ લાખ ક્લાશિનકોવ રાઇફલ બનાવવા માટેની યોજના છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસ પર અમેઠી પહોંચી રહ્યા છે. તેઓ જિલ્લાના મુંશીગજ સ્થિત એચએએલ કોરવામાં હથિયાર નિર્માણના કારખાનાનુ નિરિક્ષણ કરી શકે છે. આની સાથે સાથે તેઓ પ્લાન્ટમાં નિર્મિત હથિયારો પર પણ ધ્યાન આપનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને તમામ તૈયારી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ વડાપ્રધાન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના પ્લાન્ટનુ નિરિક્ષણ પણ કરનાર છે. વડાપ્રધાન તરીકે મોદી પ્રથમ વખત અમેઠી પહોંચી રહ્યા છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને તમામ તૈયારી વચ્ચે વહીવટી તંત્રના લોકો કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. ગુપ્ત રીતે તૈયારી ચાલી રહી છે. લોકસભા ચૂંટણી આવી પહોંચી છે ત્યારે તંત્રના લોકો જોરદાર રીતે સજ્જ છે. મોદીની અમેઠી યાત્રાને લઇને ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ દેખાય છે. તેમની સાથે યુપીના પ્રધાનો પણ રહેશે.

Related posts

દેશનાં કેટલાંક રાજ્યોમાં ત્રાસવાદી હુમલાનો ભય

aapnugujarat

પત્નીને જમવાનું બરાબર બનાવવાનું કહેવું દુર્વ્યવહાર ન કહેવાય : બોમ્બે હાઈકોર્ટ

aapnugujarat

ખેડૂતોની આવક ૧૦ ગણી વધી છે : કૃષિ મંત્રી તોમર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1