Aapnu Gujarat
ગુજરાત

બાવળાની સગીરા સાથે ગેંગ રેપના ત્રણ આરોપીઓ પકડાયા

અમદાવાદ જિલ્લાના બાવળાના જેકડા ગામની સગીરાનું અપહરણ કરી પ્રાંતિજ પાસેના ગામમાં તેણીની પર બેરહમીથી ગેંગરેપ ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ બનાવના કેસમાં પોલીસે આખરે મુખ્ય સૂત્રધાર આરોપી ભાવેશ માનસંગભાઇ ઠાકોર, વિષ્ણુ બાબુભાઇ ઠાકોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે, પોલીસે ગુનાની ગંભીરતા અને કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇ સમગ્ર મામલાની વધુ તપાસ જારી રાખી છે. હજુ આ પ્રકરણમાં કોઇ વધુ આરોપીની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો દોર આરંભ્યો છે. બનાવની વિગત એવી છે કે, બાવળાના જેકડા ગામે રહેતી ગરીબ પરિવારની સગીરાના ત્રણેક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તે પિયરમાં રહેવા આવી હતી. લગભગ એકાદ મહિના પહેલાં ગામના જ ભાવેશ ઠાકોરે તેણીને પ્રેમસંબંધ માટે ઓફર કરી હતી. જો કે, સગીરાએ ભાવેશને સાફ ના પાડી દીધી હતી પરંતુ તે પછી ભાવેશ તેની પાછળ પડેલો રહ્યો હતો અને તેની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. ત્રણ-ચાર દિવસ પહેલાં સગીરા તેના પિતાની બીડી લેવા ગલ્લે જઇ રહી હતી ત્યારે ભાવેશ ઠાકોરે તેના મિત્રો કલ્પેશ ઠાકોર અને વિષ્ણુ ઠાકોરની મદદથી ઇક્કો ગાડીમાં તેણીનું અપહરણ કર્યું હતું અને તેણીને પ્રાંતિજ પાસેના એક ગામમાં લઇ ગયા હતા. જયાં આરોપી ભાવેશ ઠાકોર તથા અન્ય આરોપીઓએ તેણીની પર બેરહમીથી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ સગીરાને ત્રણ-ચાર દિવસ સુધી ત્યાં ગોંધી રાખી તેણીને ગેંગરેપનો શિકાર બનાવી હતી.
બાદમાં આરોપી ભાવેશ ઠાકોર તેણીને મૂકી ગયો હતો અને સાથે સાથે આ વાત કોઇને નહી કરવા અને જો કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બાવળા પોલીસમથકમાં પોક્સો, ઇપીકો કલમ હેઠળ આરોપી ભાવેશ ઠાકોર, કલ્પેશ ઠાકોર, વિષ્ણુ ઠાકોર તથા અન્યો વિરૂધ્ધ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે પોલીસે આખરે આરોપીઓની ધરપકડ કરી હતી.

Related posts

તોગડિયાના સત્યાગ્રહ અનશન : ડો.તોગડિયાનું વજન બે કિલો ઘટયું : બહુ ન બોલવા સલાહ

aapnugujarat

લઠ્ઠાકાંડ કેસ : ૧૦ આરોપીને આખરે દોષિત ઠેરવી દેવાયા

aapnugujarat

अहमदाबाद में बड़े रिटेल स्टोर से लेकर किराने की दुकानों पर भारी भीड़

editor

Leave a Comment

UA-96247877-1