Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુત્રએ માતા પર દુષ્કર્મ આચર્યું

આંધ્ર પ્રદેશમાં એક અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નરાધમે માતાનું ધાવણ લજવ્યું છે. અહીં એક યુવકે જ સગી જનેતાની આબરૂ લૂંટી હતી.
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જીલ્લામાં દારૂના નશામાં પથારીવશ પડેલી વૃદ્ધ અને બિમાર એવી ૮૬ વર્ષની માતા પર જ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત માતાએ પાડોશીને આ બાબતની જાણકારી આપી હતી. ત્યાર બાદ એક સામાજીક કાર્યકર્તાની મદદથી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. પાડોશીઓએ દીકરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધી આરોપીની તપાસ આદરી છે.
સમગ્ર ઘટના અકુનુર ગામની છે. આરોપી ટ્રક ડ્રાઈવર છે. તેના લગ્ન થઈ ચુક્યા છે અને બે બાળકો પણ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા જ આરોપીનો તેની માતા સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તે ટ્રક લઈને ઓરિસ્સા ગયો હતો જ્યાંથી તે સોમવારે જ પરત ફર્યો હતો. આરોપીએ ખુબ જ દારૂ પીધો હતો. દારૂના નશામાં જ તેણે સગી માતા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ૮૬ વર્ષિય વૃદ્ધ માતા અનેક પ્રકારની બિમારીઓનો શિકાર છે. હાલ તે પથારીવશ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેના પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો છે. મહિલાનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે. ત્રણ ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ એવા આરોપીની પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

ભાજપ સાથે જેડીયુ ગઠબંધન રાખવા સંમત

aapnugujarat

લોન ન લેનારને ઘર લેવા સરકાર દોઢ લાખ આપશે

aapnugujarat

દેશમાં કોરોનાના દૈનિક કેસ ૬૦ હજારથી ઓછા

editor

Leave a Comment

UA-96247877-1