Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુઝફ્ફરનગર હત્યાકાંડના સાતેય આરોપીઓને જન્મટીપની સજા

મુઝફ્ફરનગરના કવાલમાં બે ભાઇઓ સચિન અને ગૌરવની હત્યા મામલે એડીજે કોર્ટે તમામ આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી છે. બુધવારે કોર્ટે સાતેય આરોપીઓ દોષી જાહેર કર્યા હતા. ૨૦૧૩માં ગૌરવ અને સચિનની હત્યા અને કવાલ ગામમાં રમખાણો મામલે સાત લોકો- મુઝમ્મિલ, મુઝસ્સિમ, ફુરકાન, નદીમ, જહાંગીર, અફઝલ અને ઇકબાલને દોષી માનવામાં આવ્યા હતા. લગભગ સાડા પાંચ વર્ષ પહેલા ૨૭ ઓગષ્ટ ૨૦૧૩માં કવાલ કાંડ પછી મુઝફ્ફરનગર અને શામલીમાં સાંપ્રદાયિક હુલ્લડો ફાટી નીકળ્યા હતા. જેમાં ૬૦થી વધારે લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર થયા હતા. સરકારી વકીલ મુજબ વર્ષ ૨૦૧૩માં સચિન અને ગૌરવ નામના બે ભાઇઓ અને આરોપીઓ વચ્ચે મોટરસાઇકલની ટક્કર મામલે વિવાદ થયો હતો. જેમાં બંને ભાઇઓની હત્યા કરવામાં આવી હતી. મૃતકો ગૌરવના પિતાએ જાનસઢ પોલીસ સ્ટેશનમાં કવાલના મુઝસ્સિમ, મુજમ્મિલ, ફુરકાન, નદીન, જહાંગીર, અફજલ અને ઇકબાલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય બાબત છે કે, હાલમાં ઉત્તરપ્રદેશ સરકારે વર્ષ ૨૦૧૩માં થયેલ મુઝફ્ફરનગર હુલ્લડોના ૩૮ ગુનાઈત મામલાઓને પાછા લેવાની ભલામણ કરી હતી. આ મામલાઓને પાછા લેવાની રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે ૧૦ જાન્યુઆરીઓ આ મામલાઓને પાછા લેવાની સ્વીકૃતિ આપી હતી.

Related posts

ભાજપ સરકારે યુવાઓની આશા પર પાણી ફેરવ્યું : AKHILESH YADAV

aapnugujarat

અંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીને બેલ

aapnugujarat

बीजेपी विधायक प्रणव सिंह चैंपियन के ३ हथियारों का लाइसेंस रद्द

aapnugujarat

Leave a Comment

UA-96247877-1