Aapnu Gujarat
મનોરંજન

રિતિક રોશન રોમાંસ અને ડાન્સ ફિલ્મો હવે નહીં કરે

વાત રોમાંસ ફિલ્મની હોય કે ડાન્સ ફિલ્મની કે એક્શન ફિલ્મની હોય રિતિક રોશન એક એવા નામ તરીકે છે જે તમામ પ્રકારના રોલને જોરદાર રીતે અદા કરવા માટે જાણીતો રહ્યો છે. બોલિવુડના સૌથી મોટા સ્ટાર તરીકે છે. રિતિક રોશનને એક શાનદાર અભિનેતા તરીકે ઓખવામાં આવે છે. તેની પાસે સૌથી વધારે ફિલ્મો હજુ પણ રહેલી છે. ઐતિહાસિક પાત્રો પર આધારિત ફિલ્મોમાં પણ તે શાનદાર રોલ કરી ગયો છે. આ તમામ છતાં હવે રિતિક રોશન કેટલાક એવા રોલ કરવા માંગે છે જે અન્યો કરતા અલગ છે. તે પોતાની ફિલ્મના જોનરને બદલી નાંખવા માટે તૈયાર છે. તે ભરપુર એક્શન ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. રિતિક રોશને હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે કલાકારો હમેંશા ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરતા રહે છે. બીજી બાજુ રિતિક રોશન હમેંશા અન્યો કરતા અલગ કરવામાં માને છે. રિતિક રોશન હમેંશા પ્રયાસ કરે છે કે જ્યારે પણ તે ફિલ્મમાં નજરે પડે ત્યારે વધુ મોટા કદ સાથે નજરે પડે. તેમાં તે સફળ પણ રહ્યો છે. તે પોતાની ડાન્સ અને રોમેન્ટિક કેટગરીની ફિલ્મોમાંથી બહાર નિકળી જવા માટે ઇચ્છુક છે. જો કે તે કૃષ-૪માં કામ કરવા જઇ રહ્યો છે. રિતિક હવે એક્શન ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છા ધરાવે છે. પોતાના સ્ટાઇલિશ અંદાજની પાછળ કોણ છે તે અંગે પુછવામાં આવતા કહ્યુ છે કે તે અલગ અંદાજમાં નજરે પડવા માટે તૈયાર છે. રિતિક પોતાના સ્ટાઇલના કારણે ગ્રીક ગોડ લુક તરીકે ગણવામાં આવે છે. રિતિકની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તેના નવા નવા અંદાજ પાછળ તેની બાળકોની ભૂમિકા રહે છે. તેનુ કહેવુ છે કે પિતા તે છે પરંતુ તેના સ્ટાઇલિંગની માહિતી બાળકો પાસેથી મળે છે. રિતિક રોશન માને છે કે જો આપનામાં આત્મવિશ્વાસ છે તો પોતાની રીતે સ્ટાઇલ બનાવી શકાય છે.

Related posts

‘मी टू मूवमेंट’ शुरू करने का श्रेय लेना नहीं चाहती तनुश्री

aapnugujarat

કંગના સાથે કામ કરવા સુશાંત ઇચ્છુક

aapnugujarat

હવે કૃતિ ખરબંદાની કારવા ફિલ્મ પહેલી જુને રજૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1