Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં હાઇપ્રોફાઇલ હુક્કાબાર પર દરોડા, કોલેજીયન યુવતી સહિત ૩૯ ઝડપાયા

સુરતના ઉધના-મગદલ્લા રોડ પર વેસુ વિસ્તારમાં ધમધમતા હુક્કાબાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. ગઇકાલે રાત્રે પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે હુક્કાબારમાં કોલેજીયન યુવતી સહિત ૩૯ લોકો હુક્કા પીતા ઝડપાયા હતા. પોલીસે ૨૪ હુક્કા તેમજ અલગ-અલગ ફ્લેવરના પાઉડરના પેકેટ કબ્જે કરી હુક્કાબારના માલિક સામે ગુનો નોંધ્યો હતો.મળતી માહિતી પ્રમાણે વેસુમાં રઘુવીર બિઝનેસ પાર્કના પહેલા માળે યુજી-૧ ખાતે હુક્કાબાર ચાલતો હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પીસીબીની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. જ્યાં મોટા ભાગે કોલેજિયન યુવક-યુવતીઓ હુક્કાની મજા માણતા પકડાયા હતા.આ કિસ્સામાં પોલીસે હુક્કો પીનારા તમામ પાસેથી ઓળખના પુરાવા લઈ તમામને મુક્ત કર્યા હતા. જ્યારે હુક્કાબારના માલિક અબુબકર મહંમદ ઇલિયાસ કાપડિયા તેમજ તેના મેનેજર સામે ગુનો નોંધ્યો હતો.

Related posts

ગુજરાતમાં ભીષણ ગરમી : પારો ૪૫થી ઉપર

aapnugujarat

સ્વામિનારાયણ ફિઝિયોથેરાપીસ્ટ કોલેજના વિદ્યાર્થીઓએ સેવાકીય પ્રવૃત્તિ કરી

aapnugujarat

પીએસઆઇ આપઘાત કેસમાં પત્નીના ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગંભીર આરોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1