Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાટણ જિલ્લામાં સ્વાઇન ફ્લુના ૬ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

(સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લુ ( સીઝન ફ્લુ )એ ભરડો લીધો છે ત્યારે પાટણમાં પણ નવા વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરી મહિનામાં ૧૮ સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો નોધાયો હતા જેમાં ૬ દર્દીઓ પોઝિટિવ સ્વાઈન ફ્લુમાં સપડાયા હતા અને તે પૈકી હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પીટલમાં છે આરોગ્ય વિભાગ સ્વાઈન ફ્લુને ઉગતો ડામવા કામે લાગ્યું છે.પાટણ જિલ્લામાં ગત વર્ષ સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળ્યો હતો અને જિલ્લાભરમાંથી સ્વાઈન ફ્લુની શંકાસ્પદ અસરમાં ૬૪ લોકો સપડાયા હતા જેમના લોહીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલતા તે પૈકી ૨૭ લોકોને સ્વાઈન ફ્લુ પોઝીટીવમાં સપડાયા હતા અને તેમાંથી ૯ લોકોનો સ્વાઈન ફ્લુએ ભોગ લીધો હતો ત્યારે ચાલુ વર્ષે પણ સ્વાઈન ફ્લુએ રાજ્ય સહીત પાટણ જિલ્લામાં પણ દેખાવો દીધો છે અને જાન્યુઆરી મહિનામાં જ પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન રોજ ેરોજ એક પછી એક સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો જોવા મળ્યા હતા.અને ૧ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે ૧૮ સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસો નોધાયા હતા અને તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી તેમને લોહીના સેમ્પલ લઇ રીપોર્ટ કરાવતા તે પૈકી ૬ સ્વાઈન ફ્લુના પોઝિટિવકેસ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ છ દર્દીઓને હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડમાં સારવાર શરુ કરવામાં આવી હતી જે પૈકી ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે.

Related posts

લોકસભા ચૂંટણી : ૯૦ કરોડ લોકો નક્કી કરશે દેશનું ભાવિ

aapnugujarat

अमरनाथ यात्रा : २९००० से ज्यादा लोगों ने दर्शन किए

aapnugujarat

ઉત્તરપ્રદેશના હાપુડમાં ટ્રેનની ટક્કર વાગતાં છ યુવકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1