Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યૂનિવર્સલ બેઝિક ઇનકમ ફક્ત ગરીબો માટે જ : ચિદમ્બરમ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી યૂનિવર્સલ બેઝિક ઇનકમની જાહેરાત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યૂનિવર્સલ બેઝિક ઇનકમ સૌના માટે નહીં પરંતુ ગરીબો માટે જ હશે. આ યોજાનાનો ફાયદો ફક્ત ગરીબોને મળશે.સોમવારે છત્તીસગઢમં યોજાયેલી ખેડૂતોને રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો લોકસભા-૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જરૂરિયાતમંદોને મિનિમમ આવક અપાશે.
પી ચિદમ્બરમે કહ્યુ,“આ યોજના અંગે અમારે ભાજપ પાસેથી શીખવાની જરૂર નથી. આ વિચાર અમે ભાજપ પાસેથી નથી લીધો. આ યોજનના અંતર્ગત ફક્ત ગરીબોને ફાયદો મળશે. ”
પૂર્વ નાણા મંત્રીએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે “ છત્તીસગઢમાં ખેડૂતોની રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત ઐતિહાસીક હતી. આ યોજના ગરીબોના જીવનનો મહત્ત્તવપૂર્ણ વળાંક સાબિત થશે.”
યૂનિવર્સલ બેઝિક ઇનકમ આપવાનું સૂચન લંડન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ગાયસ્ટેન્ડિંગે આપ્યું હતું. મધ્ય પ્રદશેની એક પંચાયતમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી જેનું સકારાત્મક પરિણામ આવશે.

Related posts

पंडित जवाहरलाल नेहरू की 131वीं जयंती : पीएम मोदी-राहुल गांधी समेत कई नेताओं ने दी श्रद्धांजलि

editor

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત

aapnugujarat

मराठा आरक्षण को मिल सकती कानूनी चुनौती : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1