Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમે ઓઆરઓપી આપ્યું, જ્યારે કોંગ્રેસે ‘ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા’ : અમિત શાહ

બીજેપી પ્રમુખ અમિત શાહે ઓઆરઓપી(વન રેંક વન પેન્શન)નો નવો અર્થ શોધી કાઢ્યો છે. હિમાચાલ પ્રદેશના ઉના ખાતે કોંગ્રેસ પર પ્રહાર કરતા બીજેપી પ્રમુખ ઓઆરઓપીનો નવો મતબલ જણાવ્યો હતો. તાજેતરમાં કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં ઉતારવામાં આવ્યા છે. આને લઈને અમિત શાહે હિમાચાલ પ્રદેશમાં એક જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.ઉના ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, કેન્દ્રની બીજેપી સરકાર બન્યાના એક જ વર્ષમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે ’વન રેંક વન પેન્શન’ લાગૂ કર્યું હતું. મોદીજીએ આપણા જવાનોને ઓઆરઓપી આપ્યું હતું. કોંગ્રેસે આપણને ’ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા’ આપ્યું છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડધા ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના આવા પગલાં બાદ અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે ટિપ્પણી કરી હતી.બીજેપીના નેતાઓ તરફથી પણ આ મુદ્દે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રમાં સરકાર રચવા માટે કોઈ પણ પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં સારું પ્રદર્શન કરવું જરૂરી છે. કારણ કે એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. ગત લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકમાંથી ૭૧ બેઠક પર વિજય મેળવ્યો હતો.નોંધનીય છે કે સેનાના જવાનો ઘણા લાંબા સમયથી ઓઆરઓપીની માંગણી કરી રહ્યા હતા. જવાનો માંગણી કરી રહ્યા હતા કે એક જ રેંકના અધિકારીઓ જ્યારે નિવૃત્તિ લે ત્યારે તેમને સમાન પેન્શન મળવું જોઈએ.

Related posts

લૉકડાઉન રિટર્ન..! દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૨૭૫ લોકોના મોત

editor

મેહુલ ચોકસી અમેરિકાથી ફરાર

aapnugujarat

ભારત સાથે ૯૧૦૦ કરોડના કરારને લઇ જાપાન ગુંચમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1