Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિજય માલ્યાને ફટકોઃ સ્વિસ એકાઉન્ટો સીલ

સરકારી બેંકોમાંથી મોટી લોન લઇને દેશમાંથી ભાગેલા વિજય માલ્યાના ખાતાની જાણકારી સ્વિઝરલેન્ડ સરકાર સીબીઆઈને સોંપવા માટે તૈયાર છે. માલ્યાએ સ્વિઝરલેન્ડની સર્વોચ્ચ કોર્ટની સામે સીબીઆઈમાં નંબર-૨ રહેલા રાકેશ અસ્થાના પર ભ્રષ્ટાચારના આરોપોનો મુદ્દો ઉઠાવીને કાર્યવાહીમાં અડચણ નાખવાની કોશિશ કરી, પરંતુ તે અસફળ રહી હતી.
સીબીઆઈએ સ્વિસ ઓર્થોરિટીઝને અપીલ કરી હતી કે માલ્યાના ૪ બેંક એકાઉન્ટોમાં રહેલા ફંડને બ્લોક કરી દેવામાં આવે. જિનેવાની સરકારી અભિયોજકે ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ માત્ર તે વાત પર જ સહમતિ જતાવી નહોતી, તેમણે માલ્યાના ત્રણ અન્ય બેકો અને તેની સાથે જોડાયેલી પાંચ કંપનીઓને જાણકારી શેર કરવાની વાત કહી હતી.
આ માહિતી શેર કરવાના નિર્ણયનો વિરોધ કરતા માલ્યાની સ્વિસ લીગલ ટીમ સ્વિઝરલેન્ડના સુપ્રીમ કોર્ટ પહોંચી અને દલીલ આપી કે ભારતમાં પ્રક્રિયામાં ગંભીર ખામી છે, કારણ કે માલ્યા વિરુદ્ધ તપાસ કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના જ ભ્રષ્ટાચારના આરોપી છે. માલ્યાએ માનવાધિકાર પર યૂરોપિયન કન્વેંશનના આર્ટિકલ ૬નો પણ સહારો લીધો છે.
સ્વિઝરલેન્ડના ફેડરલ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહ્યું કે, માલ્યા વિદેશી પ્રક્રિયામાં ખામી કાઢવા માટે યોગ્ય નથી. તે કોઇ ત્રીજા દેશમાં રહે છે અને ભારતના પ્રત્યર્પણ લંબિત છે. ક્રિમિનલ પ્રક્રિયાના સવાલ પર સંબંધિત દેશ નિર્ણય કરશે, જ્યાં તેઓ રહે છે.
સ્વિસ કોર્ટના મતે, બ્લોક કરવામાં આવેલા ૪ એકાઉન્ટમાંથી એક વિજય માલ્યાના નામે છે અને ત્રણ અન્ય ટ્રાયટન રિસોર્સેજ, બ્લેક ફોરેસ્ટ હોલ્ડિંગ્સ અને હેરિસન ફાઇનાન્સના છે. અત્રે ઉલ્લેખનીય છે કે શરાબ વેપારી વિજય માલ્યા સરકારી બેંકોમાંથી ૯ હજાર કરોડ રૂપિયાની લોન લઇને વિલફૂલ ડિફોલ્ટર થઇ ગયો હતો. તે દેશ છોડીને બ્રિટેનમાં રહી રહ્યા છે.

Related posts

ઈરાનની પાર્લામેન્ટ પર આઈએસનો હુમલો : ૧૨નાં મોત

aapnugujarat

More Than 900 Dengue Cases Recorded in Telangana

aapnugujarat

આધાર રજિસ્ટ્રેશન અને તેને અપડેટ કરાવવાની કોઈ જ અંતિમ સમયમર્યાદા નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1