Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર નિર્માણ મામલે સાધુ-સંતોની ઇચ્છાને માન આપવામાં આવશે : રામ માધવ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દા પર કુંભ મેળા દરમિયાન બીજેપીના મહાસચિવ રામ માધવે મોટુ નિવેદન આપતા જણાવ્યું છે કે, રામ મંદિર મામલામાં સાધુ-સંતોની ઇચ્છાઓને સન્માન આપવામાં આવશે. તેમના નિવેદનનો સીધો અર્થ મંદિર નિર્માણની તરફેણમાં જાય છે, જેના કારણે રાજકારણમાં આ મુદ્દે હવે નવી અટકળોએ જન્મ લીધો છે.કુંભમાં સ્નાન લેવા પહોંચેલા રામ માધવના નિવેદન મુજબ રામ મંદિર નિર્માણનું સપનુ જલ્દીથી સાકાર થશે. મીડિયા સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, સાધુ-સંતોની ઇચ્છા શક્તિ સામે બધાએ નમતૂ મૂકવુ પડશે. મુદ્દો હાલમાં કોર્ટના આદેશ હેઠળ છે. રામ મંદિર જરુરથી નિર્માણ પામશે. બીજેપી મહાસચિવે રામ મંદિર નિર્માણ મામલે પાર્ટીને પ્રતિબદ્ધ દર્શાવી હતી.નોંધનીય છે કે, કુંભ મેળાની શરુઆતમાં જ પ્રયાગરાજમાં ખૂણે-ખૂણે રામ મંદિર સાથે સંકળાયેલ પોસ્ટરો જોવા મળ્યા હતા. જેમાં સંતોએ તેમની મહેચ્છા દર્શાવી સરકાર પર દબાણ લાવવાના પ્રયત્ન કર્યા હતા, બીજી તરફ પરમહંસ સેવાશ્રમના સંત શિવયોગી મૌની સ્વામીએ એક મહિના સુધી કુંભ વિસ્તારમાં ૩૩ હજાર દિવા પ્રગટ કરવાનો સંકલ્પ લીધો હતો. તાજેતરમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ રામ મંદિર નિર્માણ મામલે પણ મોટુ નિવેદન આપતા જણાવ્યું કે, કોર્ટે તેનો નિર્ણય જલ્દીથી આપવો જોઇએ અને જો કોર્ટ અસમર્થ છે તો આ મદ્દો અમને સોંપી દે. અમે આ વિવાદનું નિરાકરણ ૨૪ કલાકની અંદર લાવીશું.

Related posts

મકાનના વેચાણમાં ૭ વર્ષ બાદ આવી તેજી

aapnugujarat

સીબીઆઇ વિવાદમાં નૈતિક જીત થઇ છે : મમતા

aapnugujarat

शिवसेना पहुंची सर्वोच्च न्यायालय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1