Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઠબંધન સરકાર અર્થવ્યવસ્થા માટે ખુબ નુકસાનદાયક સાબિત થશે : રાજન

દેશમાં લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની વિરુદ્ધ વિપક્ષી દળોની વધી રહેલી ભીંસ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, જો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ દેશમાં ગઠબંધનની સરકાર આવે તો તે અર્થવ્યવસ્થાની ગતીને ધીમી પાડી શકે છે. સ્વિત્ઝરલેન્ડનાં દાવોસમાં આયોજીત વર્લ્ડ ઇકોનોમીક ફોરમ ઉપરાંત તેમણે એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશમાં ગઠબંધનની સરકાર બનશે તો વિકાસની ગતિ સુસ્ત પડી શકે છે. કોંગ્રેસની સરકાર આવે તો નાણામંત્રાલય સોંપવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે તેમણે કહ્યું કે, હું કોઇ રાજનીતિજ્ઞ નથી. આ બધી જ માત્ર અટકળો છે. રાજને જીએસટીને યોગ્ય પગલું ગણાવ્યું હતું. જો કે નોટબંધીને અયોગ્ય પગલું ગણાવ્યું હતું. રાજનનો આ દાવો દેશને મજબુર નહી પરંતુ મજબુત સરકાર જોઇએના દાવાનું સમર્થન કરે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ સમગ્ર દેશમાં મહાગઠબંધન તૈયાર કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં બસપા અને સપાએ હાથ મિલાવી લીધો છે. આ ઉપરાંત ગત્ત દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બિન એનડીએ દળોને એક મંચ પર એકત્રીત કર્યા હતા. રાજનીતિક વિષ્લેષકોનું માનવું છે કે જો ભાજપ અને તેનાં સહયોગી દળ ૨૦૧૪ની તુરંત બાદ પુર્ણ બહુમતી પ્રાપ્ત નહી કરી શકે અને કોંગ્રેસની સ્થિતી પહેલાથી સારી નહી રહે તો અન્ય દળો સાથે મળીને મોદીને સત્તામાંથી દુર રાખવા માટેનો સંપુર્ણ પ્રયાસ કરવામાં આવશે. ૨૦૧૪માં ભાજપે પોતાના દમ પર બહુમત પ્રાપ્ત કર્યો હતો. આ જ કારણથી સરકાર અનેક આર્થિક સુધારાઓ પર કોઇ પ્રકારનાં દળને વિશ્વાસમાં લીધા વગર જ આગળ વધી શકતી હતી. જેના કારણે મોદી સરકારે કેટલાક બોલ્ડ નિર્ણયો પણ લીધા હતા જેનો તેને સીધો જ ફાયદો મળ્યો હતો.

Related posts

Soros and India

aapnugujarat

મોદી મંત્રીમંડળે પોક્સો એક્ટને કડક બનાવ્યો

aapnugujarat

महबूबा मुफ्ती बोली, किसानों ने मोदी सरकार को घुटने पर ला दिया

editor

Leave a Comment

UA-96247877-1