Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિઝબુલના ગઢ બારામુલ્લાથી ત્રાસવાદીઓનો સફાયો

કોઇ સમય હિઝબુલના ગઢ ગણાતા કાશ્મીરના બારામુલ્લા જિલ્લાને સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ત્રાસવાદના દુષણથી મુક્ત કરાવી લેવામાં સફળતા મેળવી લીધી છે. હવે બારામુલ્લામાં કોઇ ત્રાસવાદી નથી. ત્રાસવાદ મુક્ત જિલ્લા તરીકે જાહેરાત સેના દ્વારા કરવામાં આવી છે. ઉત્તરીય કાશ્મીરના ત્રાસવાદ પ્રભાવિત જિલ્લામાંથી એક એવા બારામુલ્લામાં હવે કોઇ ત્રાસવાદી નથી. બારામુલ્લાને કાશ્મીર ખીણના એવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યાં હવે કોઇ ત્રાસવાદી નથી. બુધવારના દિવસે બારામુલ્લામાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ ત્રણ ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદ મુક્ત બારામુલ્લાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે બારામુલ્લા ખીણના એવા પ્રથમ જિલ્લા તરીકે છે જ્યાં હવે કોઇ ત્રાસવાદી નથી. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે આની જાહેરાત કરતા કહ્યુ છે કે બારામુલ્લામાં જિલ્લામાં બુધવારે અથડામણમાં છેલ્લા ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હવે આજની તારીખમાં બારામુલ્લામાં કોઇ જીવિત ત્રાસવાદી નથી. બુધવારના દિવસે જ રાજ્યના બારામુલ્લામાં સેના, પોલીસ અને સીઆરપીએફના એક સંયુક્ત ઓપરેસનમા ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામા ંઆવ્યા હતા. ત્રાસવાદીઓનો ખાતમો કરવા જમ્મુ કાશ્મીરમાં સેના અને પોલીસ દ્વારા હાલમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યુ છે. બારામુલ્લામાં લાંબા સમય સુધી ત્રાસવાદી ગતિવિધી જારી રહી હતી. જો કે હવે ત્રાસવાદીઓનો સફાયો કરવામા ંઆવી ચુક્યો છે. બારામુલ્લાના સોપોરેમાં કેટલીક વખત ત્રાસવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. હવે ત્રાસવાદી ગતિવિધીનો અંત આવી ગયો છે.

Related posts

एलओसी से सटे इलाकों में लगातार गोलीबारी

aapnugujarat

ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે

aapnugujarat

बाबा रामपाल को सुप्रीम कोर्ट से झटका, जमानत अवधि बढ़ाने की याचिका खारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1