Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શીખ રમખાણ : સજ્જન કુમારને હાજર કરવા વોરંટ જારી

દિલ્હીની ખાસ અદાલતે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણના એક મામલામાં કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જનકુમારને ૨૮મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવા માટેનો આજે આદેશ કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશ પૂનમ બાંબા દ્વારા કુમારની ઉપસ્થિતિને લઇને આ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તિહાર જેલના અધિકારી આજે તેમને કોર્ટમાં રજૂ કરી શક્યા ન હતા. રમખાણના એક અન્ય મામલામાં અપરાધી જાહેર થયા બાદ સજ્જનકુમાર હાલમાં તિહાર જેલમાં હવા ખાઈ રહ્યા છે. નિચલી કોર્ટમાં ચાલી રહેલા બીજા મામલામાં ત્રણ લોકો કુમાર, બ્રહ્માનંદ ગુપ્તા અને વેદપ્રકાશ ઉપર રમખાણો ભડકાવવાનો આરોપ થયેલો છે. આ તમામ ઉપર એવા આરોપ સુલ્તાનપુરીના સુરજિતસિંહની હત્યાના સંબંધમાં ઘડી કાઢવામાં આવ્યા હતા. આ રમખાણો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના શીખ બોડીગાર્ડ દ્વારા ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે હત્યા કરવામાં આવ્યા બાદ ભડકી ઉઠ્યા હતા. સાક્ષી ચમકોરે ગયા વર્ષે ૧૯મી નવેમ્બરના દિવસે કોર્ટની સામે કુમારની એવી વ્યક્તિ તરીકે ઓળખ કરી હતી જેમાં શીખોને મારવા માટે કથિતરીતે ભીડને ઉશ્કેરવામાં આવી હતી. કોરે કોર્ટમાં કહ્યું હતું કે, ૧૯૮૪માં રાષ્ટ્રીય પાટનગરના સુલ્તાનપુરી વિસ્તારમાં કુમારને એક ભીડને સંબોધતા દર્શાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે મામલાને કડકડડુમા કોર્ટથી પટિયાલા હાઉસ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશને આરોપીઓના ખર્ચથી કાર્યવાહના વિડિયો રેકોર્ડિંગની માંગ કરી હતી. કુમાર અને અન્ય આરોપી બ્રહ્માનંદ અને વેદપ્રકાશ ખર્ચ ઉપાડવા માટે તૈયાર હતા. દિલ્હી હાઈકોર્ટે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના એક મામલામાં ગયા વર્ષે ૧૭મી ડિસેમ્બરના દિવસે કુમારને દોષિત ઠેરવીને આજીવન કેસની સજા ફટકારી હતી.

Related posts

રાફેલ વિવાદ : ભારતીય કંપનીએ ગેરરીતીના આરોપો ફગાવ્યા

editor

Heavy rain lashes out parts of Maharashtra

aapnugujarat

कोरोनावाइरस : भारत ने चीनी नागरिकों और यात्रियों के लिए ई-वीजा को किया निलंबित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1