Aapnu Gujarat
બિઝનેસ

હલવા વિતરણ પ્રક્રિયા સાથે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શરૂ

કેન્દ્રિય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા વિધીવત રીતે આજે શરૂ કરી દેવામાં આવી હતી. પરંપરા મુજબ હલવા વિતરણની સાથે બજેટ દસ્તાવજનુ પ્રકાશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. હવે બજેટ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી આશરે ૧૦૦ લોકો નોર્થ બ્લોકમાં રહેશે અને આ તમામ કર્મચારીઓ બહાર નિકળી શકશે નહીં. હલવા વિતરણની પ્રક્રિયા સાથે જ બજેટ દસ્તાવેજો તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે અને આ પ્રક્રિયાનો દોર હવે બજેટ સુધી ચાલશે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ખુબ જ સંવેદનશીલ અને ગુપ્ત હોય છે. જેથી આ દસ્તાવેજો કોઇ પણ રીતે લીક ન થાય તે માટે આયોજન કરવામાં આવે છે. આ વખતે નાણાંપ્રધાન અરૂણ જેટલી અસ્વસ્થ હોવાના કારણે હાલમાં મેડિકલ ચેક અપ માટે અમેરિકા પહોંચેલા છે. આવી સ્થિતીમાં હલવા પરંપરામાં ભાગ લઇ શક્યા ન હતા. તેમની જગ્યાએ નાણાં રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લા હાજર રહ્યા હતા. હલવા વિતરણની સાથે જ બજેટ દસ્તાવેજોના પ્રકાશનની શરૂઆત કરવામાં આવી હતી. હવે ૧૦૦ કર્મચારીઓ નોર્થ બ્લોકમાં જ રહેશે. બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આને લઇને આજે તૈયારી શરૂ ઇ હતી. જેટલી કહી ચુક્યા છે કે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને વચગાળાનુ બજેટ રજૂ કરવાની સ્થિતીમાં છે. જો કે મેડિકલ ચેક અપ માટે હાલમાં અમેરિકામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેનુ અંતિમ બજેટ રજૂ કરનાર છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા જાહેર કરવામાં આવી શકે છે. હલવા વિતરણના કાર્યક્રમમાં તમામ આર્થિક નિષ્ણાંતો હાજર રહ્યા હતા. જેમાં આર્થિક સચિવનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે જેટલી કેવા પ્રકારનુ બજેટ રજૂ કરે છે તે બાબત પણ દેશના તમામ સામાન્ય લોકો અને કોર્પેરેટ જગત તેમજ ઉદ્યોગપતિઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
દર વર્ષે બજેટને આખરી ઓપ આપતા પહેલા નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયની ઓફિસમાં એક મોટી કવાયત હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે નાણામંત્રી પોતે કાર્યક્રમમાં ભાગ લે છે. અલબત્ત, આ વર્ષે નાણામંત્રી અરૂણ જેટલી બીમાર હોવાના કારણે આ પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા ન હતા. તેમની જગ્યાએ નાણા રાજ્યમંત્રી શિવપ્રતાપ શુકલ, નાણા સચિવ સુભાષ ગર્ગ, માર્ગ પરિવહન અને રાજયમાર્ગ મંત્રી રાધાકૃષ્ણન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. આની સાથે જ આશરે ૧૦૦ કર્મચારીઓના બજેટ રજુ થવા સુધી નોર્થ બ્લોકમાંથી બહાર નીકળવા ઉપર બ્રેક મુકાઈ ગઈ છે. આ પરંપરા ખુબ જુની છે. આની પાછળ કારણો એ આપવામાં આવ્યા છે કે હલવાને ખૂબ શુભ તરીકે ગણવામાં આવે છે અને શુભ કામની શરૂઆત મીઠી ચીજ સાથે કરવામાં આવે છે. બજેટ તૈયાર કરવાને લઈને સમગ્ર પ્રક્રિયા પસંદગીના લોકો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉપયોગ થનાર તમામ પ્રકારના કોમ્પ્યુટરને બીજા નેટવર્ક સાથે ડી-લિંક કરી દેવાાં આવે છે. બજેટ પર કામ કરી રહેલા સ્ટાફને બે ત્રણ સપ્તાહ સુધી બ્લોકમાં જ રહેવાની ફરજ પડે છે.

Related posts

भारत को सबसे अधिक विदेशी निवेश पाने वाला देश बनने का प्रयास करना चाहिए : प्रसाद

aapnugujarat

સ્ટીલ ઉપર આયાત ટેક્સને વધારવાના નિર્ણયથી ચિંતા : ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયથી ટ્રેડવોરની દહેશત

aapnugujarat

BSE inks pact with HDFC Bank to give a boost to the Startups platform

aapnugujarat

Leave a Comment

UA-96247877-1