Aapnu Gujarat
બિઝનેસ

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બ્રિટનને પછાડી શકે છે ભારત

ભારત ૨૦૧૯માં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં બ્રિટનને માત આપી શકે છે. વૈશ્વિક સલાહકાર કંપની પીડબ્લ્યૂસીની એક રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક જ સ્તરના વિકાસ અને વધુ અથવા ઓછી સમાન આબાદીના લીધે આ યાદીમાં બ્રિટેન અને ફ્રાંસ આગળ થતા રહે છે. પરંતુ જો ભારત આ યાદીમાં આગળ નિકળે છે તો તેનું સ્થાન સ્થાયી રહેશે.પીડબ્લ્યૂસીની વૈશ્વિક અર્થવ્યવસ્થા રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ૨૦૧૯માં બ્રિટનનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૧.૬ ટકા, ફ્રાંસની ૧.૭ ટકા તથા ભારતની ૭.૬ ટકા રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ફ્રાંસ ૨૦૧૯માં બ્રિટનને પાછળ છોડી દેશે. તેથી વૈશ્વિક રેકિંગમાં બ્રિટન પાંચમા સ્થાનથી સરકીને સાતમા સ્થાને પહોંચી જશે.વર્લ્ડ બેંકના આંકડા અનુસાર ૨૦૧૭માં ફ્રાંસને પાછળ છોડીને ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ હતી. ટૂંક સમયમાં ભારતના બ્રિટનને પાછળ છોડવાની આશા છે જે પાંચમા સ્થાન પર છે. પીડબ્લ્યૂસી વૈશ્વિક અર્થવ્યવસ્થા રિપોર્ટ એક લઘુ પ્રકાશન છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું વલણ અને મુદ્દે ધ્યાન આપે છે. સાથે જ દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓ પર તાજુ અનુમાન પ્રકાશિત કરે છે. પીડબ્લ્યૂસી ઈન્ડિયાના ભાગીદાર તથા લીડર (લોક નાણા તથા અર્થશાસ્ત્ર) રાનેન બેનર્જીએ કહ્યું કે જો કોઇ મોટી અડચણ આવતી નથી તો ૨૦૧૯-૨૦ માં ભારત ૭.૬ ટકાની મજબૂત વૃદ્ધિ તરફ પરત ફરશે. પીડબ્લ્યૂસીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી માઇક જૈકમૈને કહ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી વધતી મોટી અર્થવ્યવસ્થા છે. મોટી આઝાદી, અનુકૂળ વસ્તી વિષયક તથા પ્રતિ વ્યક્તિ જીડીપીના નીચલા સ્તરના લીધે તેની તેજીથી પકડવાની ક્ષમતા પણ વધુ છે. પીડબ્લ્યૂસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ૨૦૧૯માં સુસ્ત રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓના વૃદ્ધિ દરે ૨૦૧૬ના અંત તથા ૨૦૧૮ની શરૂઆતમાં જે ગતિ પકડી હતી તે હવે પુરી થઇ ચૂકી છે. વર્લ્ડ બેંકના આંકડા અનુસાર ૨૦૧૭માં ભારત ૨,૫૯૦ અરબ ડોલરના બરાબર જીડીપીની સાથે દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તેને ફ્રાંસને પાછળ છોડી દીધું હતું. ફ્રાંસનો જીડીપી ૨,૫૮૦ અરબ ડોલર હતો.

Related posts

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં હવે ઘટાડો થશે : નિષ્ણાંતોનો દાવો

aapnugujarat

જીએસટી મહત્ત્વપૂર્ણ સુધારો,જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે : જેટલી

aapnugujarat

PNB को लगा 3688 करोड़ का चूना

editor

Leave a Comment

UA-96247877-1