Aapnu Gujarat
ગુજરાત

રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનનાં માર્ગે

 અમદાવાદ જીલ્લા સહિત રાજયભરના આરોગ્ય કર્મચારીઓ ર૧મીથી પાંચ દિવસ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે, ર૮મીએ ફરજ પર હાજર રહેશે પરંતુ રીપોટીંગ નહી કરે, ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે તેવી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ચીમકી આપી છે. જે સંદર્ભે અમદાવાદ જીલ્લા સહિત રાજયભરના આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે આગામી તા.ર૧થી વિરોધદર્શક કાર્યક્રમો આપવાના છે. જેમાં આરોગ્ય કર્મીઓ ર૧મીથી પાંચ દિવસ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે ર૮મીએ ફરજ પર હાજર રહેશે. પરંતુ રીપોટીંગ કરશે નહીં. ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીએ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજયભરનાં વિવિધ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારીઓના હિતાર્થે પડતર પ્રશ્ર્નો અંગે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને પંચાયત મંત્રીને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સંદર્ભે રાજય સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તાકીદે કારોબારી સભા બોલાવવામાં આવી હતી. આ કારોબારી સભામાં પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે લડતો માર્ગ અપનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ બેઠકમાં આંદોલનના કાર્યક્રમનું આયોજન કરીને રાજયભરના વિવિધ સંવર્ગનાં તમામ આરોગ્ય કર્મચારી ભાઇઓ- બહેનોને આ આંદોલનમાં જોડાવાની સુચના આપવામાં આવી છે ત્યારે અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહીતના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રવિવારે અમદાવાદ જીલ્લાના  આરોગ્ય કર્મચારીઓની મીટીંગ યોજાઇ હતી અને આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
   અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે અમદાવાદ જીલ્લાના મપહેવ, ફિહેવ, મપહેસુ, ફિહેસુ, એલટી, ફાર્માસીસ્ટ સહીતના આરોગ્ય કર્મચારીઓ આગામી તા.ર૧ થી રપ સુધી કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે. તા. ર૮ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ તાલુકા, જીલ્લા અને રાજયકક્ષાએ રીપોટીંગ કરશે નહીં. તા.૬ ફેબ્રુઆરીના રોજ માસ સીએલ મુકી જીલ્લા મથકે રામધુન, સફાઇ કામગીરી અને દેખાવ કાર્યક્રમો આપશે. બાદમાં તા.૧પ ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જશે.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

યોગ અનુષ્ઠાન કાર્યક્રમ માટે એએમટીએસ દ્વારા ૩૪૮ બસ અપાતા યાત્રી પરેશાન

aapnugujarat

સોમનાથ મહાદેવને વૈષ્ણવ શ્રૃંગાર કરાયો

aapnugujarat

ચૂંટણી આવવાની છે ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓ મફત આપવાનું વચન આપશે, આપણી સંસ્કૃતિ આવી નથી : સી.આર. પાટીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1