Aapnu Gujarat
મનોરંજન

મીટુ : હિરાની સામે આક્ષેપ થતાં મુન્નાભાઈ-૩ અટકી

મીટુના વિવાદમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની પણ ફસાઈ ગયા છે. ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાની પર જાતિય શોષણના આક્ષેપો કરવામાં આવ્યા બાદ બોલીવુડના અનેક સાથીઓ પણ ચોંકી ગયા છે. રવિવારના દિવસે એક મહિલાએ રાજકુમાર હિરાની પર ફિલ્મ સંજુને લઇને પ્રહાર કર્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન અનેક વખત તેની સાથે જાતિય છેડતી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, હિરાનીએ આ આક્ષેપોને રદિયો આપ્યો છે. હિરાનીએ પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને રદિયો આપતા કહ્યું છે કે, બે મહિના પહેલા જ તેના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં માહિતી મળી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. એજ વખતે કોઇ કમિટિમાં મોકલી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ફરિયાદ હવે મિડિયામાં આવી રહી છે. તેમની છાપને ખરાબ કરવાના હેતુસર પ્રયાસ થઇ રહ્યા છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, સંજુ ફિલ્મના શૂટિંગ દરમિયાન આશરે છ મહિના સુધી રાજુ હિરાનીએ તેમની સાથે જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. પીડિતાનો આક્ષેપ છે કે, આ ફિલ્મ જ્યારે પૂર્ણ થવાના આરે હતી ત્યારે આ તમામ ઘટનાઓ બની હતી. આ મહિલાએ મેઇલ મારફતે સંજુના સહનિર્માતા વિદુ વિનોદ ચોપડાને પણ બનાવ અંગે માહિતી આપવામાં આવી હતી. મેઇલમાં તેમના પત્નિ અનુપમ ચોપડા ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડને પટકથા અભિજાત જોશીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાએ કહ્યું છે કે, રાજુ હિરાની તેમની સાથે સતત શોષણ કરતા હતા. બીજી બાજુ હિરાનીના વકીલે તમામ આક્ષેપોને રદિયો આપ્યો છે. જો કે, મુન્નાભાઈ-૩ ફિલ્મ ફરીવાર અટવાઈ પડી છે.

Related posts

राजकुमार राव शाहरुख खान के फैन हैं

aapnugujarat

મેન્ટલ હે ક્યા ફિલ્મમાં કંગના ફરી રાજકુમાર સાથે દેખાશે

aapnugujarat

બોલિવુડમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યાની ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1