Aapnu Gujarat
મનોરંજન

કાર્તિક આર્યન નવી ફિલ્મમાં અનન્યા પાંડે સાથે દેખાશે

બોલીવુડના સૌથી ખુબસુરત અભિનેતા પૈકીના એક કાર્તિક આર્યનની પાસે વર્ષ ૨૦૧૯ માટે અનેક મોટા પ્રોજેક્ટો છે. થોડાક દિવસ પહેલા જ ઇમ્તિયાઝ અલીની લવ આજ કલ-૨માં સારા અલી ખાન સાથે નજરે પડશે તેવા અહેવાલ આવ્યા હતા. બીજી બાજુ હવે એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સાથે તે ફિલ્મમાં નજરે પડનાર છે. સ્ટુડન્ટ ઓફ દ યર-૨માં ડેબ્યુ કરવા જઇ રહેલી અનન્યા પાંડે બીઆર ચોપડાની નવી ફિલ્મ પતિ પત્નિ ઓર વોની રિમેક ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે નજરે પડશે. મૂળભૂત ફિલ્મમાં સંજીવ કુમારની સાથે રંજીતા, વિદ્યાસિંહા અને રિષી કપૂરે ભૂમિકા ભજવી હતી. કાર્તિકને આ ફિલ્મની પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મ નિર્માતા આ પટકથા સાથે કોઇ ચેડા કરનાર નથી. માત્ર આધુનિક સમયને ધ્યાનમાં લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. એમ માનવામાં આવે છે કે, આ ફિલ્મ યુવા પેઢીને પણ ખુબ પસંદ પડશે. ફિલ્મ માટેનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી શકે છે. પતિ પત્નિ ઓર વો ફિલ્મમાં કાર્તિક આર્યન મોટી ભૂમિકામાં નજરે પડશે. આ ઉપરાંત કાર્તિક વધુ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે જેમાં તે કૃતિ સનૂન સાથે નજરે પડનાર છે. લુકાછીપી નામની આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિને લેવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મી મોરચે કાર્તિક આર્યન તેની સાથે રહેલા તેની પેઢીના કલાકારોને જોરદાર ટક્કર આપવા માટે તૈયાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મને વહેલીતકે પૂર્ણ કરવામાં આવશે અને આ વર્ષે જ તેને રજૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. અનન્યાને બીજી ફિલ્મ મળી છે.

Related posts

સંજય દત્ત પરની ફિલ્મ સંજુ ૨૯ જુને રજૂ કરવા તૈયારી

aapnugujarat

तमिल फिल्म मर्सल के रीमेक में होंगे ऐक्टर शाहरुख खान

aapnugujarat

सुरेखा सीकरी की हालत स्थिर

editor

Leave a Comment

UA-96247877-1