Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાંથી નવો જિલ્લો રચવાની ચર્ચાએ જોર પકડયું

પાલનપુર ખાતે આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવનારી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠા જીલ્લામાંથી જુદો પાડી નવા ઓગડ (દિયોદર) જીલ્લાની રચના કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જેનો નકશો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની પાલનપુર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પાડી નવા ઓગડ (દિયોદર) જિલ્લાની જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ અંગે ચર્ચાતી વિગતો મુજબ નવા જિલ્લાનો નકશો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ નવા જિલ્લામાં વડુ મથક દિયોદર રહેશે. અને તેમાં થરાદ, વાવ, લાખણી, કાંકરેજ, ભાભર, સૂઇગામ, રાધનપુર, સાંતલપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવનાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાંથી ઓગડ (દિયોદર) જિલ્લાને અલગ પાડવામાં આવે તો રણ વિસ્તારમાં આવેલા તાલુકાઓનો વિકાસ થશે. અહિંયા દિયોદર ખાતે વડુ મથક બને અને અલગથી જિલ્લા પંચાયત સહિતનું માળખું ઉભુ થાય જેની સીધી અસર વિકાસ ઉપર થશે તેવી પશ્વિમપંથકની પ્રજામાં આશા સેવાઇ રહી છે.

Related posts

મુખ્યમંત્રીની સેના તૈયાર,24 મંત્રીઓએ શપથ લીધા

editor

વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો

aapnugujarat

લોકોની સલામતી માટે કઠોર કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1