Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને તિબેટમાં ‘હોવિત્ઝર’ સાથે સેના તૈનાત કરી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં નવા વર્ષના ભાષણમાં દક્ષિણ ચીન મુદ્દે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યાના થોડા જ દિવસો બાદ ભારતની નજીક આવેલી તિબેટ બોર્ડર પર પોતાની સેના હોવિત્ઝર ટેંકો સાથે ખડકી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ચીનની આર્મીમાં અત્યંત હળવી એવી હોવિત્ઝર યુદ્ધ ટેંકનો હાલમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. હિમાલયની પવર્તમાળાથી નજીક તિબેટ સરહદે ચીને પોતાનો સૈન્ય કાફલો ખડક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ તોપ ઊંચાઈ પર પણ ચઢી શકવા સક્ષમ છે અને તે ધાર્યું નિશાન તાકવા માટે પણ અનુકૂળ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તિબેટના સ્વાયત્ત પ્રદેશમાં પહેરો ભરી રહી છે અને તેમની પાસે સરળતાથી પરિવહન કરી શકાય તેવી હોવિત્ઝર ટેંક છે તેમ મીડિયા અહેવાલોમાં ટાંકવામાં આવ્યું છે.
આ ટેંકોથી ઊચ્ચ પર્વતીય વિસ્તારમાં પણ ચીનની ક્ષમતા અનેકગણી વધી જાય છે તેમજ તે સરહદ પર ફરી ચંચૂપાત કરે તેવી પ્રબળ શક્યતા રહેલી છે. નોંધનીય છે કે આ હોવિત્ઝરનો ઉપયોગ અગાઉ ૨૦૧૭માં ચીન અને ભારત વચ્ચે થયેલા ડોકલામ વિવાદમાં પણ કરવામાં આવ્યો હતો. ડોકલામમાં ચીનની સેના દ્વારા રોડ બાંધવાના મામલે ભારત અને ભૂતાને વિરોધ કરતા ૭૫ દિવસથી વધુ સમય સુધી ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. સૂત્રોના મતે ચીનની હોવિત્ઝર ટેંક ૫૦ કિલોમીટરથી વધુની રેન્જમાં લેસર તેમજ સેટેલાઈટ વડે કરાયેલા હુમલાને તોડી પાડવામાં સક્ષમ છે. આ ટેંકની મદદથી ઊંચાઈવાળા વિસ્તારમાં ચીનની સેના વધુ સાબૂત બનશે.

Related posts

उत्‍तर कोरिया में आपातकाल घोषित

editor

તાઇવાને કેટલીક ચાઈનીઝ એપ્સ પર બૅન લાદ્યો

editor

भारत और चीन के बाद अब अमेरिका में पैर पसार रहा OYO, करेगा 30 करोड़ डॉलर का निवेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1