Aapnu Gujarat
શિક્ષણ

૧૦% સવર્ણ અનામત : શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ લાખ સીટ વધારવી પડશે

કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણ સમુદાય માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે, એની સીધી અસર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર પર છે. દેશની તમામ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓને ૧૦ ટકા અનામત લાગૂ કરવા માટે ૧૦ લાખથી વધુ સીટ વધારવાની ઉમેરવી પડશે.
એક સર્વેક્ષણ અનુસાર, અનામતને લાગુ કરવા માટે તમામ આઈઆઈટી, આઈઆઈએમ, સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્ય સરકારની સંસ્થાઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે.
વર્તમાન સમયમાં તમામ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ ૧ કરોડ સીટ ઉપલબ્ધ છે. સરકારી સૂત્રોના કહેવા અનુસાર, સવર્ણ માટે ૧૦ ટકા અનામત લાગુ કરવા માટે ૧૦ લાખ વધારાની સીટોની વ્યવસ્થા કરવી પડશે. અનામત કેવી રીતે લાગૂ કરાશે, આ યોજના પર કામ થવાનું બાકી છે.
કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયની અંતર્ગત ૧૮૦થી વધુ સંસ્થાઓ આવે છે. એમાં આઈઆઈએમ સહિત ૨૩ આઈઆઈટી, રાષ્ટ્રીય સ્તરની મહત્વની ૯૧ સંસ્થા જેવી કે એઈમ્સ, એનઆઈટી, એનઆઈટી વગેરે, ૮ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા જેવી કે આઈઆઈએસી-બેંગલુર, ૪૧ સેન્ટ્રલ યુનિવર્સિટી વગેરે સામેલ છે. આ તમામ સંસ્થાઓમાં ક્વોટા સિસ્ટમ લાગુ કરવી પડશે. આ સિવાય યુજીસી અંતર્ગત ડીમ્ડ યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ અનામત લાગુ કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને લઈને કરાયેલા ઓલ ઈન્ડિયા સર્વે ૨૦૧૭-૧૮ અનુસાર કુલ મળીને ૯૦૩ યુનિવર્સિટીઓ, ૩૯૦૫૦ કોલેજો અને ૧૦,૦૧૧ અન્ય સંસ્થાઓ છે. આ તમામ સંસ્થામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩.૬ કરોડ છે. જેમાં એસસી માટે ૧૪.૪ ટકા, એસટી માટે ૫.૨ ટકા, અન્ય પછાત વર્ગ માટે ૩૫ ટકા, લઘુમતી માટે ૫ ટકા અને અન્ય લઘુમતી સમુદાય માટે ૨.૨ ટકા અનામત છે.

Related posts

સ્કુલો દ્વારા નવરાત્રિ વેકેશનને લઈ વિચારણા કરવા માંગ

aapnugujarat

જુલાઈ મહિનાથી ૩ લાખ વિદ્યાર્થી એપ્રેન્ટિસશીપમાં

aapnugujarat

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1