Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશનાં ૧૬ એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશમાં ૧૬ મોટા એરપોર્ટ પર પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવેથી યાત્રીઓ સ્ટ્રો, પ્લાસ્ટિક, કટલરી, અને પ્લાસ્ટીકની પ્લેટ્‌સ જેવો સામાન લઈ શકશે નહિ.એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયાએ ૧૬ એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ એરપોર્ટમાં ઈન્દોર, ભોપાલ, અમદાવાદ, ભુવનેશ્વર, તિરુપતિ, ત્રિચી, વિજયવાડા, દેહરાદુન, ચંદીગઢ, વડોદરા, મદુરૈ, રાયપુર, વિજાગ, પૂણે, કોલકત્તા, સહિત વારાણસીનો સમાવેશ કરાયો છે.એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયાએ ક્વોલિટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા સાથે મળીને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ૩૪ મોટા એરપોર્ટ પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. આ ૩૪ એરપોર્ટ પર ૧૦ લાખ યાત્રિઓનો જમાવડો રહે છે. મૂલ્યાંકનના આધારે એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયાએ પહેલા રાઉન્ડમાં ૧૬ એરપોર્ટ પસંદ કર્યા હતા. એરપોર્ટનાં ડાયરેક્ટર અર્યમા સાન્યાલ પ્રમાણે, તમામ એરપોર્ટનાં ફુડ સ્ટોલ પર ઈકો ફ્રેન્ડલી પ્લેટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્લાસ્ટિક બોટલ માટે ક્રેશર મશીન પણ લગાવી દેવાયુ છે. જેના વપરાશ પર મુસાફરોને ફુડ કાઉન્ટર પર ૧૨ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યુ છે. ઓથોરિટીએ ગ્રીન હાઉસ ગેસની અસરમાં ઘટાડો કરવા માટે પણ એક પર્યાવરણ નિતી બનાવી છે.

Related posts

लालू की रैली में मंच साझा करेंगे अखिलेश और मायावती

aapnugujarat

देश में कोरोना के मामलों में आई कमी : 24 घंटे में मिले 38,074 नए केस

editor

સરહદ પર યુદ્ધવિરામ ભંગ મુદ્દો લોકસભામાં ઉઠ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1