Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક.ના પૂર્વ વડાપ્રધાનને જેલમાં કોટડી સાફ કરવા માટે નોકર આપવા ઇન્કાર

પાક.ના પંજાબ પ્રાંતની સરકારે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને તેમની કોટડી સાફ કરવા માટે નોકર અથવા સહાયક આપવા ઇનકાર કર્યો હતો પરિણામે શરીફને પોતે જ સફાઇ કરવી પડશે. શરીફ હાલમાં અલ અઝીઝીયા સ્ટિલ મિલ્સ કેસમાં લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની જેલ ભોગવી રહ્યા છે અને પૂર્વ વડા પ્રધાન હોવાના નાતે તેમને કેદીઓમાંથી જ કોઇ સહાયક સહિતની સુવિધાઓ મળવા પાત્ર હોય છે.
પંજાબની જેલોના આઇજી એ કહ્યું હતું કે પંજાબ સરકારે નિર્ણય કર્યો હતો કે શરીફને કોઇ સહાયક કેદી ફાળવી ના શકાય કે જે શરીફને મદદ કરે. પરિણામે શરીફને પોતે જ પોતાની કોઠડીની સફાઇ કરવી પડશે. જેલના વડાએ કહ્યું હતું કે ‘ સાત વર્ષની સખ્ત કેદની સજા કાપવા તેમના રૂમની સફાઇ તેમને જાતે જ કરવી પડશે’. પંજાબના ગવર્નર ચૌધરી સરવરની હાજરીમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે શરીફનો કેસ ખૂબ જ સંવેદનશીલ છે અને તેમને તેમની કોઠડીની બહાર મોકલી શકાય નહીં.
તેમણે કહ્યું હતું કે તેમની બેરેકમાં જ સખ્ત કેદની સજા પુરી કરવાની છે.જેલ મેન્યુઅલ મુજબ, પૂર્વ વડા પ્રધાનને તેમની કોઠડીને જાતે જ સાફ કરવા કહેવામાં આવ્યું હતું. જો કે પાછળથી તેમણે ખુલાસો કર્યો હતો કે શરીફને સખ્ત કેદની સજા નથી એટલે જ વયોવૃધ્ધ કેદીઓને કેટલીક ચોક્કસ રાહતો અપાય છે. ‘જેલમાં નવાઝ શરીફ સાથેની કોઇપણ વાત પાકિસ્તાન માટે બદનામી હશે’એમ શાહીદ સલીમ બેગે કહ્યું હતું.

Related posts

एच-१बी वीजा पर ट्रंप प्रशासन के आंकडे गलत : थिंक टैंक

aapnugujarat

Female suicide bomber attacks hospital in Pakistan, 9 died

aapnugujarat

ઈન્ડોનેશિયા સુનામી : મોતનો આંકડો વધીને ૩૯૫ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1