Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને બનાવ્યો મધર ઓફ ઓલ બોમ્બ

અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બ અને રશિયાના ફાધર ઓફ ઓલ બોમ્બ બનાવવામાં આવ્યાં બાદ ચીને પણ મધર ઓફ ઓલ બોમ્બ બનાવવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર ચીને દાવો કર્યો છે કે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ મધર ઓફ ઓલ બોમ્બ અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બનો જવાબ છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંસ્કરણના રુપમાં તૈયાર આ બોમ્બની વિનાશકારી ક્ષમતાના કારણે આનું નામ મધર ઓફ ઓલ બોમ્બ આપવામાં આવ્યું છે. દાવો છે કે આ પરમાણુ હથિયારો બાદ બીજું સૌથી ઘાતક હથિયાર છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આનાથી થનારી તબાહી લગભગ પરમાણુ બોમ્બ જેવી જ હશે.આ ઘાતક બોમ્બને એચ-૬કે એરક્રાફ્ટથી છોડવામાં આવ્યો જેના કારણે એક વિશાળ વિસ્ફોટ થયો.
ચીનના નોર્થ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ પર ડિસેમ્બરના અંતમાં એક વીડિયો જાહેર કરીને આની સૂચના આપવામાં આવી. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર આ પહેલીવાર છે કે જ્યારે સાર્વજનિક રુપથી કોઈ નવા બોમ્બની વિનાશકારી શક્તિઓને દેખાડવામાં આવી હોય.
આપને જણાવી દઈએ કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પહેલીવાર દુનિયાના સૌથી શક્તિશાળી બિન-પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બને મધર ઓફ ઓલ બોમ્બ પણ કહેવાયો હતો. આ એટલો ઘાતક છે કે આ બોમ્બથી જ્યાં એટેક કરવામાં આવે ત્યાં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં તમામ ચીજો નષ્ટ થઈ જાય છે.તો અમેરિકા બાદ રશિયાએ પણ દુનિયાનો સૌથી શક્તિશાળી બિનપરમાણુ બોમ્બ બનાવવાનો દાવો કરતા તેને ફાધર ઓફ ઓલ બોમ્બ નામ આપ્યું હતું. રશિયાએ દાવો કર્યો હતો કે તે બોમ્બ અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બથી ચાર ગણો ખતરનાક છે.ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલો આ બોમ્બ અમેરિકાની મધર ઓફ ઓલ બોમ્બના મુકાબલે આકારમાં નાનો અને વજનમાં પણ ઓછો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આની લંબાઈ ૫ થી ૬ મીટર છે. જંગલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નીચે ઉતરનારા સૈનિકો માટે એક લેન્ડિંગ ઝોન બનાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે.

Related posts

Meat processing plant in West Yorkshire shut down amid Covid-19 outbreak

editor

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

aapnugujarat

US ने सऊदी में तैनात किए सैनिक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1