Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમેઠીમાં રાહુલ આગામી પીએમવાળા પોસ્ટરને લઇ હોબાળો

પાંચ રાજ્યોમાં કોંગ્રેસને ઉલ્લેખનીય સફળતા હાથ લાગ્યા બાદ રાહુલ ગાંધી આજે પોતાના મત વિસ્તાર અમેઠીમાં પહોંચ્યા હતા. અમેઠીમાં પહોંચતા પહેલા જ શહેરમાં ઘણી જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અમેઠીમાં પોસ્ટર વોર ચાલુ છે. રાહુલ આગામી પીએમ પોસ્ટરને લઇને સ્મૃતિએ આકરા પ્રહાર કર્યા હતા. સ્મૃતિએ આ પ્રકારના પોસ્ટરને મુંગેરીલાલ કે સપને ગણાવીને ટિકા કરી હતી. અમેઠીમાં મુકવામાં આવેલા પોસ્ટરમાં એવા અહેવાલોના ક્લિપિંગ પણ મુકી દેવામાં આવ્યા છે જેમાં કમલનાથની ટિપ્પણી છાપવામાં આવેલી છે. આ પોસ્ટર મારફતે સમાજવાદી પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે, સમાજવાદી પાર્ટીના આશીર્વાદથ કોંગ્રેસ પાર્ટીના કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. કમલનાથે ઉત્તરપ્રદેશના લોકોને રોજગારીથી દૂર કરવાનું નિવેદન પણ આપ્યું છે. અમેઠી પહોંચેલા કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકોની વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી કોઇ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. આજે તેઓ અમેઠી પહોંચી રહ્યા છે ત્યારે લોકોને કઇરીતે મળી શકે છે. બીજી બાજુ શહેરમાં કોંગ્રેસ તરફથી આગામી વડાપ્રધાન રાહુલ ગાંધી વાળા પોસ્ટરને લઇને હિલચાલ શરૂ થઇ ચુકી છે. આ પોસ્ટર ઉપર સ્મૃતિ ઇરાનીએ ટિપ્પણી કરી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીની મહાગઠબંધનમાં આ પ્રકારના કોઇ આશીર્વાદ માયાવતી અથવા તો અખિલેશથી મળ્યા નથી. મમતા બેનર્જી તરફથી પણ આવા કોઇ આશીર્વાદ મળેલા નથી. મુંગેરીલાલ કે સપને જોવામાં અમને કોઇ વાંધો નથી. મહાગઠબંધનને લઇને હજુ તો ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું નથી. માયાવતી, અખિલેશ, મમતા બેનર્જી રાહુલને પ્રોજેક્ટ કરવા તૈયાર નથી.

Related posts

चीन के खतरनाक संकेत, पीछे हटने को तैयार नहीं…!

editor

દેશ અને ગરીબની સલામતી માટે ચોકીદાર એલર્ટ : મોદીની ખાતરી

aapnugujarat

५० हजार से अधिक लेनदेन के लिए आधार जरुरी होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1