Aapnu Gujarat
ગુજરાત

મહિલાના એકાઉન્ટ હેક કરી હેકરે ખંડણી માંગતા ચકચાર : સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ

રેન્સમવેર વાયરસથી દુનિયાભરમાંથી ખંડણી માંગવાના ઇન્ટરનેશનલ ક્રાઇમની અસર હજુ ચાલુ જ છે ત્યાં તો, અમદાવાદમાં સ્થાનિક સ્તરે કોઇનું એકાઉન્ટ હેક કરીને ખંડણી માંગવાનો પ્રથમ કિસ્સો સાયબર ક્રાઇમમાં નોંધાયો છે. એક દેશી હેકરે ગોતાની એક બ્યુટી પાર્લરની સંચાલિકાનું ફેસબુક અને જીમેઇલ એકાઉન્ટ હેક કરીને ખંડણી માંગ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ છે. આ દેશી હેકર દ્વારા ગોતાની મહિલા સંચાલિકાને એવી ધમકી અપાઇ છે કે, તે રૂ.૪૫૦૦ ટ્રાન્સફર કરશે તો જ તેના બંને એકાઉન્ટ ખોલી આપશે. આ પૈસા પેટીએમથી ટ્રાન્સફર કરવા પણ તેણે સ્પષ્ટતા કરી હતી. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમના અધિકારીનું કહેવું છે કે, મહિલાને આવેલો ફોન બીજા કોઇ રાજયમાંથી આવ્યો છે પરંતુ હેકર આપણા ભારતનો જ છે તે નક્કી છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા પુનિતાબહેન પ્રજાપતિએ સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને આજે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે તેમને ધમકી આપતાં જણાવ્યું હતું કે, તમારૂં જીમેઇલ અને ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવાયા છે અને બંનેના પાસવર્ડ જોઇતા હોય અને એકાઉન્ટ ખોલવા હોય તો તમારે રૂ.૪૫૦૦ પેટીએમ મારફતે ચૂકવવા પડશે. સાયબર ક્રાઇમે આ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇના પીઆઇ જે.એસ.ગેડમે જણાવ્યું હતું કે, ફોન નંબરનું લોકેશન બહારનું બીજા રાજયનું બતાવે છે પરંતુ હેકર ભારતનો જ હોવાનું જણાય છે.પોલીસને પ્રાથમિક તપાસમાં એવી પણ મહત્વની વિગત જાણવા મળી હતી કે, હેકર્સે ફેસબુક હેક કર્યા બાદ તેના કેટલા ફોલોઅર્સ છે તે પ્રમાણે ખંડણીની રકમ માંગવાનું શરૂ કર્યું છે. આ જ હેકર્સે અન્ય કોઇ ફોલોઅર્સની સંખ્યા વધુ હોઇ રૂ.૧૧ હજારની ખંડણી પણ માંગી હોવાનું સામે આવ્યું હતું.

Related posts

કમોસમી વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકસાન

aapnugujarat

કોટડા(ફો)ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સખ્ત કેદ

aapnugujarat

Surat BJP MP C R Paatil appoints as LS house panel chief

aapnugujarat

Leave a Comment

UA-96247877-1