Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ બાદ સમુદ્રી જેહાદની તૈયારીઓ

ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં હાજર આતંકી જૂથ ભારત વિરુદ્ધ સમુદ્રી જેહાદની તૈયારીમાં લાગ્યા છે. રિપોર્ટ મુજબ આતંકી જૂથ ભારતમાં સમુદ્ર રસ્તે દાખલ થવા માટે આતંકીઓને સતત તૈયારી કરવામાં લાગ્યા છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે નવી જાણકારી મુજબ પાકિસ્તાનમાં રહેતા આતંકી જૂથ સમુદ્રના રસ્તે ભારતમાં દાખલ થવાનું કાવતરું રચી રહ્યાં છે. જ્યાં પાકિસ્તાન ભારત વિરુદ્ધ સમુદ્રી જેહાદ કરવાની તૈયારીમાં છે ત્યાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓને ઘૂસણખોરી કરાવવાની સાથે સાથે લાઈન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસી પાર મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાની મૂવમેન્ટ જોવા મળી છે.
ગુપ્તચર એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટ અનેક વિસ્તારોમાં એક્ટિવ છે. જે ભારતીય સેનાના બંકર પર મોટો હુમલો કરી શકે છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાની સેનાના લાઈટ કમાન્ડો બટાલિયનના ૨૫ એસએસજી કમાન્ડોને મુજાહિદ બટાલિયન સાથે શીની પોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યાં છે જે બેટ એક્શનની તૈયારીમાં છે. એટલું જ નહીં પાક સેનાનું એસએસજીના ત્રણ ગ્રુપ લાઈન ઓફ કંટ્રોલની પેલે પાર પીર પોસ્ટ પર કેટલાક સ્નાઈપર્સ સાથે પણ જોવા મળ્યું છે. રક્ષા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાં મુજબ ગત ૧૫ દિવસોમાં ૪ વાર બેટ એક્શન કરી ચૂકી છે.
નૌગામ, પૂંછ, તંગધાર, અને કેરન સેક્ટર બાદ હવે કેજી સેક્ટરમાં પાકિસ્તાની સેના કાવતરામાં લાગી છે. ઈન્ટેલિજન્સના સૂત્રોના જણાવ્યાં મુજબ કેજી સેક્ટરની બીજી બાજુ પાકની શીની પોસ્ટ, બટ્ટલ અને પીર પોસ્ટ પાસે પાકિસ્તાની સેનાની ખુબ હલચલ જોવા મળી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનની શિની પોસ્ટ પર લશ્કરના ૬ આતંકીઓ હાજર છે. આમ જોઈએ તો પાકિસ્તાની સેનાની બેટ ટીમમાં પાકિસ્તાન સેનાના કમાન્ડોની સાથે સાથે આતંકીઓ પણ હોય છે.

Related posts

લોકસભા ચૂંટણીમાં મોદીની ૧૪૨, રાહુલની ૧૪૫ રેલી

aapnugujarat

વિશાળ ડેરા સંકુલમાં બજાર, હોસ્પિટલ તેમજ સ્ટેડિયમ

aapnugujarat

સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમમાં શરીર પર ઈજા, બે સામે ગુનો નોંધાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1