Aapnu Gujarat
ગુજરાત

આજી નદીના પટમાંથી મળી આવેલું માથું અમદાવાદના ગુમ બાળકનું હોવાની શંકા

રાજકોટના આજી નદીના પટ માંથી બાળકનું કપાયેલુ માથું મળી અવવાની ઘટનાનો ભેદ હજુ પણ નથી ઉકેલાયો. પરંતુ આ મામલાનો પર્દાફાશ કરવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસની કડક કામગીરી હાથ ધરી છે. જેમાં પોલીસને અમદાવાદનાં નારોલ વિસ્તારમાંથી ગૂમ થયેલા કનૈયા નામનો છોકરો આ છે તેવી શંકા છે. જેના આધારે તેના માતપિતાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અદાવાદમાંથી તારીખ ૮ ડિસેમ્બરથી એક બાળક શાળાએ ઘરે પાછો આવ્યો ન હતો. ત્યારે તેના શાળામાંથી ઘરે આવતાનાં સીસીટીવી ફૂટેજમાં તે એક માણસ સાથે જઇ રહ્યો છે તેવુ દેખાય છે. પોલીસે જ્યારે પરિવારને તે વ્યક્તિની ઓળખ પૂછી તો તેને તેઓ ઓળખતા ન હતાં. જેથી પોલીસે તે વ્યક્તિ કોણ છે તેની પર પણ તપાસ હાથ ધરી છે. જો કે આ મામલામાં થોડા દિવસ પહેલા મળેલા માથાનાં સંભવિત સ્કેચ પણ તૈયાર કરાવ્યા હતા. ત્યારે પોલીસનું કહેવું છે કે તે સ્કેચમાં દેખાતા બાળકના ચેહરા જેવો જ અમદાવાદમાંથી ગૂમ થયેલો બાળકનો પણ ચહેરો છે.
રૂખડીયા પરા આજી નદીના પટમાંથી ૧૮ ડિસેમ્બરના રોજ કપાયેલુ માથુ મળ્યું હતું. આ માથુ બાળકનું હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે ૩૦૨, ૨૦૧ મુજબ કાવતરુ-હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ માથુ કોનું છે તેનો ભેદ આજ દિન સુધી ખૂલ્યો નથી. તેથી પોલીસે સંભવિત સ્કેચ પણ તૈયાર કરાવ્યાં હતાં. અલગ-અલગ હેર સ્ટાઇલ ધરાવતાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતાં. આ તમામ સ્કેચ પૈકી કોઇ એક સ્કેચ મૃતકના ચહેરા સાથે મળતો હશે તેવું પોલીસનું માનવું છે. કોમ્પ્યુરટ ટેકનોલોજી દ્વારા આ સંભવિત સ્કેચ તૈયાર કરાયા છે.

Related posts

કેનાલમાં ડૂબવાથી યુવક અને યુવતીના મોતથી સનસનાટી

aapnugujarat

एचडीएफसी की पॉलिसी के बहाने १०.२० लाख की धोखाधड़ी

aapnugujarat

ગોંડલમાં કિશોરી પર ગેંગરેપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1