Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ત્રણ સપ્તાહમાં ૪૦૦૦ કરોડ રોકાયા

વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારતીય મૂડી માર્કેટમાં ૪૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે. આવી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જંગી નાણાં ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાં ૧૨૨૬૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા બાદ ફરીવાર જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ૧૦ મહિનાની ઉંચી સપાટી નવેમ્બર મહિનામાં જોવા મળી હતી. નવેસરના આંકડા મુજબ ત્રીજીથી ૨૧મી ડિસેમ્બર દરમિયાનના ગાળામાં એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાં ૧૩૩૨ કરોડ અને ડેબ્ટ માર્કેટમાં ૨૫૫૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ત્રણ સપ્તાહમાં કુલ ૪૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત થઇ રહેલા ઘટાડાના લીધે આની અસર થઇ છે. અમેરિકી ડોલર સામે રૂપિયો વધારે મજબૂત થઇ રહ્યો છે. ક્રૂડની કિંમત ૧૫ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.
સાતમી ડિસેમ્બર સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં વેચાણ કરવામાં આવ્યું હતું. ૩૮૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જો કે, આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૨૭૪૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. ૬ઠ્ઠી ડિસેમ્બરના દિવસે વેચવાલી જોવા મળી હતી. તે વખતે એફપીઆઈ દ્વારા એક જ દિવસમાં ૩૬૧ કરોડ રૂપિયા ખેંચી લીધા હતા. આના લીધે અફડાતફડી મચી ગઈ હતી. વૈશ્વિક માર્કેટમાં નબળાઈની અસર જોવા મળી હતી. મૂડી રોકાણકારોને દહેશત સતાવી રહી છે કે, અમેરિકા અને ચીન જેવા બે મોટા અર્થતંત્ર વચ્ચેના સંબંધ વધુ વણસી શકે છે. આના લીધે આર્થિક વિકાસની ગતિ રોકાશે. ભારત જેવા ઉભરતા માર્કેટમાં વધુ રોકાણ થઇ શકે છે. વૈશ્વિક નબળાઈની સ્થિતિમાં ભારત વધારે સાનુકુળ સ્થિતિમાં રહી શકે છે. આ વર્ષે હજુ સુધી મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૮૪૨૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જેમાં ઇક્વિટીમાંથી ૩૪૦૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૦૨૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે.

Related posts

आधार डेटा की चोरी रोकने के लिए UIDAI ने शुरू की लॉक/अनलॉक की सुविधा

aapnugujarat

પીએમના પદ વગર કોંગ્રેસ ગઠબંધનમાં જોડાઈ શકે છેગુલામ નબીના નિવેદનથી કોંગ્રેસમાં નિરાશા

aapnugujarat

President-elect of the United Nations General Assembly calls on Prime Minister

aapnugujarat

Leave a Comment

UA-96247877-1