Aapnu Gujarat
રાષ્ટ્રીય

જાકીર મુસા ગેંગના ચાર સભ્યો સિવાય તમામનો ખાતમો

દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં ત્રાસવાદી જાકીર મુસાની ગેંગના છ સભ્યોનો ખાતમો કરવામાં આવ્યા બાદ આ ટોળકી હવે ખતમ થવાના આરે પહોંચી ગઇ છે. આ ટોળકી હવે ખુબ નબળી પડી ગઇ છે. પોલીસે દાવો કર્યો છે કે આ ગેંગના હવે ચાર કુખ્યાત ત્રાસવાદીઓ જ બચી ગયા છે. બાકીના ત્રાસવાદીઓનો ખાતમો થઇ ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓએ કહ્યુ છે કે મુસા જુથ એક ગેંગની જેમ કામ કરે છે. જેને કોઇ સંગઠનનુ સમર્થન નથી. જાકીર મુસા પહેલા હિઢબુલના ત્રાસવાદી તરીકે હતો. જે વર્ષ ૨૦૧૭માં ચર્ચામાં આવ્યો હતો. એ વખતે એક ઓડિયોમાં તેના દ્વારા અલકાયદાની જેમ એક આંદોલન કરવાની જાહેરાત કરતો દર્શાવવામાં આવ્યો હતો. મુસાના આ વલણના કારણે હિઝુબલે તેની સાથે છેડો ફાડી લીધો હતો. મુસા વર્ષ ૨૦૧૩માં બુરહાન વાનીના નેતૃત્વમાં હિઝબુલમાં સામેલ થયો હતો. એ વખતે તે ૧૯ વર્ષનો હતો. તે રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનાર ત્રાસવાદી તરીકે છે. વર્ષ ૨૦૧૭માં એક સોશિયલ મિડિયા ચેનલ પર મુસાના અલ કાયદાની સાથે સંબંધ હોવાની વાત કરી હતી. સાથે સાથે તેને ગજવત ઉલ હિન્દના પ્રમુખ તરીકે રજૂ કર્યો હતો. એટલુ જ નહીં બલ્કે મુસાએ કાશ્મરને રાજકીય મદ્દો બનાવવા અને વર્ષોથી સ્વતંત્રતા ન મળવાને લઇને હુરિયત નેતાઓ પર પ્રહારો કર્યા હતા. હાલમાં પોલીસ જાકીર મુસાની શોધમાં છે. તેના લોકેશનને જાણવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. તેના પર પણ હવે ખતરો તોળાઇ રહ્યો છે. આ વર્ષે હજુ સુધી ૨૫૦ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી ચુકેયો છે. મુસા ચર્ચામાં છે.

Related posts

कश्मीर पर US की मध्यस्थता नामंजूर, आतंक के अड्डों को बंद करे पाक : शशि थरूर

aapnugujarat

जयपुर और दिल्ली छावनी के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

किराएदारों को बिजली के बिल पर केजरीवाल सरकार देगी सब्सिडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1