Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવાનો ચુકાદો ૫ જાન્યુઆરી સુધી અનામત

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) દ્વારા દિલ્હીની ખાસ અદાલતમાં વિજય માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવા અંગેની કરવામાં આવેલી અરજીમાં આજે સુનાવણી દરમિયાન કોર્ટે પાંચમી જાન્યુઆરીની મુદત આપી છે. આથી આ કેસમાં આ કેસમાં વિજય માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવા કે નહિં તે વિશેનો ચુકાદો ૫મી જાન્યુઆરી સુધી અનામત રાખવામાં આવ્યો છે.
ઈડી દ્વારા સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સમક્ષ વિજય માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા નાણાંકિય ગેરરીતિઓના મામલે કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. તેમને સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઘોષિત કરવા ઈડી દ્વારા ખાસ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.કાયદાની જોગવાઈઓ હેઠળ થયેલી સુનાવણી પછી સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જજ મિસ અઝમીએ આજે ચુકાદો આપવા અંગે દલીલો કરવામાં આવી હતી. જેમાં ભાગેડું વ્યક્તિની મિલકતો જપ્ત કરવાની એજન્સીને સત્તા મળે તેવી આ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં જોગવાઈ હોવા અંગે ઈડી દ્વારા નાણાંકિય ગેરરીતિઓના આરોપસર વિજય માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન વિજય માલ્યાએ તેના વકીલ અમિત દેસાઈ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમણે નવા કાયદાને અતિ કઠોર સમાન ગણાવ્યો હતો. વિજય માલ્યાના વકીલ અમિત દેસાઈ દ્વારા ઈડીના દાવાને ફગાવી દેવા અંગે લિકર વેચાણકાર વિજય માલ્યાએ ભારત વર્ષ ૨૦૧૬માં છોડી દીધું હતું. તેઓ ૩૦૦ લગેજ બેગ સાથે એક કોન્ફરન્સને એટેન્ડ કરવા જીનીવા જવા રવાના થઈ ગયા હતા. તેવા ઈડીના નિવેદનને પડડકારતા તેમણે કહ્યું હતું કે ઈડી દ્વારા આ મામલે એરપોર્ટ સત્તાવાળા પાસેથી માહિતી મેળવવી જોઈએ કે ૩૦૦ બેગ સાથે હતી કે કેમ?
વિજય માલ્યા હાલમાં યુકેમાં છે. તેઓ ઈડી દ્વારા લગાવવામાં આવેલા રૂ.૯૦૦૦ કરોડનું બેંક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આરોપોનો સામનો કરી રહ્યાં છે.
આ ૬૨ વર્ષીય વેપારી મની લોન્ડરિંગ કેસનો પણ સામનો કરી રહ્યાં છે. અને લંડનની કોર્ટે તેમને ભારતમાં એક્સ્ટ્રાડિશન કરવા અંગે પરવાનગી આપી છે.

Related posts

भारत में रूस के सहयोग से बन रहे हैं न्यूक्लियर प्लांट : PM मोदी

aapnugujarat

सोनिया गांधी ने नहेरु को याद कर लोकसभा में उठाया रायबरेली कोच फैक्ट्री का मुद्दा

aapnugujarat

ક્રૂડ ઓઇલ કિંમત વધશે તો અર્થતંત્ર સામે અનેક પડકારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1