Aapnu Gujarat
શિક્ષણ

બિન અનામત આયોગે ૨૦ વિદ્યાર્થીઓને રૂ.૨.૩૫ કરોડની રકમ ફાળવી

રાજ્ય સરકારે આજે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્ધારા ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક લોન તથા વિદેશ અભ્યાસ માટે પણ લોન આપવામાં આવે છે જે અંતર્ગત રાજ્યભરમાંથી આવેલી અરજીઓની ચકાસણી કરીને ર૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ.૨.૩૫ કરોડની માતબર રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે.બુધવારે આયોગનાં ચેરમેન બી.એચ.ધોડાસરા, ઉપાઘ્યક્ષ વિમલ ઉપાઘ્યાય તેમજ મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડી.એસ.ગઢવી તેમજ બોર્ડ મેમ્બરની ઉપસ્થિતિમાં યોજાયેલ બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જેમાં સ્વ-નિર્ભર વ્યવસાય માટે જુદા જુદા ૩૫ જેટલા ઘંઘાની યાદીઓને પણ મંજુરી આપવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્યભરમાંથી ભોજનસહાય, ટ્યુશન સહાયની આવેલી વિદ્યાર્થીઓની અરજીઓ પૈકી ૫૦ વિદ્યાર્થીઓના ખાતામાં પ્રત્યેક વિદ્યાર્થીને રૂપિયા ૧૨૦૦૦/- લેખે કુલ ૬ લાખ રૂાપિયાની સહાય કરાઇ છે.ઉચ્ચ અભ્યાસ કરવાં માંગતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ૫હોંચી વળવાં અને લાભાર્થીઓને ઝડ૫થી લાભ મળી રહે તે માટે અરજી પ્રક્રિયાને આગામી દિવસોમાં ઓનલાઇન કરાશે.બોર્ડ બેઠકમાં નિગમના ઉપાઘ્યક્ષ વિમલ ઉપાઘ્યાય, ડિરેક્ટર કિરણસિંહ ચાવડા, ડો.જગદીશ ભાવસાર, રૂપિન ૫ચ્ચીગર, હિમાંશુભાઇ ખમાર સહિત અઘિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતાં.

Related posts

માસ પ્રમોશનની વાત પાયાવિહોણી છે, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો : ભૂપેન્દ્રસિંહ

editor

શ્રી ગોવિંદગુરૂ યુનિ.માં સેમેસ્ટર – ૬ની પરીક્ષાનો પ્રારંભ

editor

બડોલી ગામની એચ.જાની હિંગવાલા સ્કૂલમાં અટલ ટિકરિંગ લેબનું ઉદ્‌ઘાટન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1